ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં આપ ફેક્ટર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 1 એપ્રિલ 2014 (18:22 IST)

આમ આદમી પાર્ટીએ ૨૦૧૪ લોકસભાની ચૂંટણીઓ માટે ગુજરાતમાંથી વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા

P.R

આજે આમ આદમી પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની તેરમી યાદી જાહેર કરી, જેમાં ગુજરાતના ત્રણ ઉમેદવારો, ૧. ઋતુરાજ મેહતા (ગાંધીનગર) ૨.રાજેન્દ્રસિંહ ઝાલા (જામનગર) ૩. ઠાકોરભાઈ ગામીત (બારડોલી) નો સમાવેશ થયો છે. આ સાથે, ગુજરાતની કુલ ઓગણીસ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઇ ગયા છે. અગાઉ, આમ આદમી પાર્ટીના સોળ ઉમેદવારો . કનુભાઈ કલસરિયા (ભાવનાગર) ,.જે.જે મેવાડા (અમદાવાદ પશ્ચિમ) ,. રાણા જયેન્દ્રસીંહ (ભરૂચ ,. અર્જુન રાઠવા(છોટા ઉદેપુર),,.લાભુભાઈ બાદીવાલા(ખેડા) ,.વંદનાબેન પટેલ( મેહસાણા) ,.પીનલબેન સાવલિયા(રાજકોટ) ,.કે.સી.મુનિયા(દાહોદ) અતુલભાઈ શેખડા (જુનાગઢ), સંજય રાવલ (બનાસકાંઠા) અને નટુભાઈ સોલંકી (સાબરકાંઠા) , નાથાલાલ સુખડીયા (અમરેલી) ,. અતુલભાઈ પટેલ (પાટણ) , જેઠાભાઈ પટેલ (સુરેન્દ્રનગર) મેહુલ પટેલ(નવસારી), ગોવિંદભાઈ પટેલ(વલસાડ) જાહેર થઇ ગયા હતા. આજે જાહેર કરેલ ત્રણે ઉમેદવારો જાહેર જીવન માં સ્વચ્છ છબી ધરાવે છે અને તેમના જનસેવાલક્ષી કામો માટે જાણીતા છે. આમ આદમી પાર્ટીના મુખ્ય ધ્યેય, કે લોકવિરોધી રાજકારણીઓને સંસદમાં જતા રોકવા, માટેની નિષ્ઠા આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પસંદગીથી છતી થાય છે.