બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 11 માર્ચ 2016 (17:04 IST)

મોર પંખના આ ઉપાયોથી દૂર થઈ શકો છે કુંડળીમાં રહેલા દોષ

જો કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર કે શનિની અશુભ સ્થિતિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી  રહ્યો છે તો 21 વાર વિશેષ મંત્ર બોલીને મોર પંખ પર પાણીના છાંટા નાખો. ત્યારબાદ મોર પંખને ઘરમાં કોઈ યોગ્ય સ્થાન પર સ્થાપિત કરો. બધા નવ ગ્રહ માટે જુદા જુદા મંત્ર બતાવ્યા છે. અહી જાણો નવ ગ્રહના દોષ દૂર કરવા માટે મંત્ર અને ઉપાય..  
 
સૂર્ય માટે ઉપાય.. 
 
રવિવારે નવ મોર પંખ લઈને આવો અને પંખ નીચે મરૂણ રંગનો દોરો બાંધી લો. ત્યારબાદ એક થાળીમાં પંખ સાથે નવ સોપારીઓ મુકો. ગંગાજળ છાટતા 21 વાર આ મંત્રનો જાપ કરો. 
 
મંત્ર - ૐ સૂર્યાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા:
ત્યારબાદ બે નારિયળ સૂર્ય ભગવાનને અર્પિત કરો.  

 
આગળ જાણો મોર પંખના કેટલાક અન્ય ઉપાય જે કે ઘરમાં કરી શકાય છે..... 

ચંદ્ર માટે ઉપાય 
 
સોમવારે આઠ મોર પંખ લઈને આવો. પંખની નીચે સફેદ રંગનો દોરો બાંધી લો. ત્યારબાદ એક થાળીમાં પાંખની સાથે આઠ સોપારી પણ મુકો. ગંગાજળ છાંટતી વખતે 21 વાર આ મંત્રનો જાપ કરો. 
મંત્ર - ૐ સોમાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા:  
પાનના પાંચ પત્તા ચંદ્રમાંને અર્પિત કરો. બરફીનો પ્રસાદ ચઢાવો. 
 
મંગળ માટે ઉપાય 
 
મંગળવારે સાત મોર પંખ લઈને આવો. પાંખ નીચે લાલ રંગનો દોરો બાંધી લો. ત્યારબાદ થાળીમાં પંખ સાથે સાત સોપારી મુકો ગંગાજળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો. 
મંત્ર ૐ ભૂ પુત્રાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા: 
પીપળના બે પાન પર ચોખા મુકીને મંગળને અર્પિત કરો. બૂંદીનો પ્રસાદ ચઢાવો. 
 
 
બુધ માટે ઉપાય 
 
બુધવારે છ મોર પંખ લઈને આવે. પંખની નીચે લીલા રંગનો દોરો બાંધી લો. એક થાળીમાં પંખ સાથે  છ સોપાઈ મુકો. ગંગાજળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો. 
 
મંત્ર - ૐ બુધાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા: 
 
જાંબુ બુદ્ધ ગ્રહને અર્પિત કરો. કેળાના પાન પર મુકીને ગળી રોટલીનો પ્રસાદ ચઢાવો. 
 
ગુરૂ માટે ઉપાય 
ગુરૂવારે પાંચ મોર પંખ લઈને આવો. પંખ નીચે પીળા રંગનો દોરો બાંધી લો. એક થાળીમાં પંખ સાથે પાંચ સોપારી મુકો. ગંગાજળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો. 
 
મંત્ર - ૐ બ્રહસ્પતે નમ: જાગ્રય સ્થાપય સ્વાહા: 
11 કેળા બૃહસ્પતિ દેવતાને અર્પિત કરો. 
બેસનનો પ્રસાદ બનાવીને ગુરૂ ગ્રહને ચઢાવો. 
 
શુક્ર માટે ઉપાય 
 
શુક્રવારે ચાર મોર પંખ લઈને આવો. પંખ નીચે ગુલાબી રંગનો દોરો બાંધી લો. એક થાળીમાં પંખ સાથે ચાર સોપારી મુકો.  ગંગાજળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો.  
મંત્ર ૐ શુક્રાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા 
ત્રણ ગળ્યા પાન શુક્ર દેવતાને અર્પિત કરો. 
ગોળ-ચણાનો પ્રસાદ બનાવીને ચઢાવો.  
 
 
શનિની અશુભ દશામાંથી મુક્તિ માટે 
શનિવારે ત્રણ મોર પંખ લઈને આવો. પંખની નીચે કાળા રંગનો દોરો બાંધી લો. એક થાળીમાં પંખ સાથે ત્રણ સોપારી મુકો. ગંગાજળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો. 
 
મંત્ર - ૐ શનૈશ્વરાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા: 
 
ત્રણ માટીના દિવા તેલ સહિત શનિ દેવતાને અર્પિત કરો. 
ગુલાબ જાંબુ કે પ્રસાદ બનાવીને ચઢાવો. 
શનિના ઉપાયથી રાહુ-કેતુના દોષ પણ દૂર થઈ શકે છે.