શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 21 ડિસેમ્બર 2016 (17:54 IST)

Cash થી લઈને Ash સુધી, દરેક Wish પૂરી કરશે આ વાતો

ગરુડ પુરાણમાં અનેક એવી વાતોનુ વર્ણન કરવામાં આવ્યુ છે જેનુ પાલન કરવાથી સુખી-સમૃદ્ધ જીવન યાપન કરી શકાય છે. કેશથી લઈને એશ સુધી દરેક ઈચ્છા પૂરી કરવા માટે ધ્યાન રાખો આ વાતો. 
 
ગાય - ગાયા માતાને ભારતીય સંપદાનુ અતિ વિશિષ્ટ સ્તંભ કહેવામાં આવ્યુ છે. તેણે ફક્ત મા નુ રૂપ જ નથી મનાતુ  પણ તેની પૂજા-અર્ચના પણ કરવામા આવે છે. ગરુડ પુરાણ મુજબ... 
 
गोमूत्रं गोमयं दुन्धं गोधूलिं गोष्ठगोष्पदम्।
पक्कसस्यान्वितं क्षेत्रं द्ष्टा पुण्यं लभेद् ध्रुवम्।।
 
અથાત - ગોમૂત્ર, છાણ, ગાયનુ દૂધ, ગોરજ, ગૌશાળા, મંદિર અને પાકના લીલાછમ ખેતરો નજર ભરીને જોવા માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 
રોજ ગાયની પૂજા કરશો કે પછી તમારા ઘર પર બનેલી પ્રથમ રોટલી અર્પિત કરશો તો તેનુ ફળ લક્ષ્મી કૃપાના રૂપમાં જરૂર મળશે. 
 
તુલસી 
 
पत्रं पुष्पं फलं मूलं शाखा त्वक् स्कन्धसंज्ञितम्।
तुलसीसंभवं सर्वं पावनं मृत्तिकादिकम्।।
 
અર્થાત - તુલસીના પાન, ફૂલ, ફળ, મૂળ, શાખા, છાલ, થડ અને માટી વગેરે બધા પાવન છે.  તમારા ઘરમાં એક તુલ્સીનો છોડ જરૂર લગાવો. તેને ઉત્તર પૂર્વ કે ઉત્તર-પૂર્વી દિશામાં લગાવો કે પછી ઘરની સામે પણ લગાવી શકો છો.  તુલસીનુ ધાર્મિક મહત્વ તો છે જ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તુલસી એક ઔષધિ છે. 
 
ગંગા જળ 
 
ઘરમાં ગંગા જળ જરૂર રાખો. રોજ ઘરના ઉત્તર અને પૂર્વ દિશાને ગંગા જળ નાખીને શુદ્ધ કરો. 
 
ઘરમાં પૂજન - દરેક હિંદુ ઘરમાં તમારા ઈષ્ટ માટે પૂજનીય સ્થાનની સ્થાપના કરવામાં આવે છે. તમારા સામર્થ્ય મુજબ કેટલાક ઘરમાં નાના-નાના મંદિર બનાવાય છે તો કેટલાક દેવી-દેવતાઓના ભવ્ય સ્વરૂપોની સ્થાપના કરવામાં આવે છે. સવારે અને સાંજે ઘરના મંદિરમાં પૂજા કરવાથી આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકારાત્મકતા ખતમ થાય છે. જે ઘરમાં વિધિવિધાન પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે તે બધી દૈવીય શક્તિઓ પોતાના સ્થાયી વસવાટ બનાવે છે. 
 
મેહમાનનો સન્માન 
 
ભારતમાં મેહમાનને ભગવાનનુ રૂપ માનીને તેનો આદર-સત્કાર કરવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલતી આવી રહી છે. શુદ્ધ તન અને મનથી મહેમાનની સેવા કરો. અશુદ્ધ અવસ્થામાં કરવામાં આવેલ સેવાનુ ફળ પ્રાપ્ત નથી થતુ.  જે ઘરમાં સાધુ-સંતોનુ આગમન થાય છે.  એ ઘરમાં દૈવીય શક્તિઓ પોતાનો વસવાટ બનાવી રાખે છે. 
 
એકાદશી વ્રત 
 
જે ઘર-પરિવારમાં શ્રદ્ધા ભાવથી એકાદશી વ્રતનુ પાલન કરવામાં આવે છે ત્યા ક્યારેય ઘન-ધાન્યની કમી રહેતી નથી.