ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 20 માર્ચ 2015 (17:18 IST)

એવી 4 મૂર્તિ જેની પૂજાથી દૂર થાય છે ઘરની ગરીબી

શ્રીગણેશ પ્રથમ પૂજ્ય દેવ છે અને જુદા-જુદા સ્વરૂપોની પૂજા કરતા બધા દેવી-દેવતાઓની કૃપા મળે છે. કોઈ પણ શુભ કામની શરૂઆત ગણેશજીના પૂજન સાથે જ થાય છે, આથે કાર્યમાં સફળતા મળે છે , કાર્ય વગર કોઈ વિઘ્નથી પૂર્ણ થઈ જાય છે. જાણો અહીં શ્રીગણેશના એવા સ્વરૂપ જેની પૂજાથી ઘર પરિવાર પર દેવી લક્ષ્મી સાથે બધા દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે. વિશેષ પૂજા દર રોજ કે કોઈ પણ શુભ અને શ્રેષ્ઠ મૂહૂર્તમાં કરી શકાય છે. 
 
2. ગોમય એટલે કે છાણથી બનેલી ગણેશ મૂર્તિ 
 
ગાયને માતા ગણાય છે. ગૌમાતા પૂજનીય  અને પવિત્ર છે. જૂની પરંપરાઓ મુજબ ગાયના છાણમાં મહાલક્ષ્મીનો નિવાસ ગણાય છે. આ કારણે છાણથી બનેલી ગણેશ મૂર્તિની પૂજા - ધન લાભ આપે છે.  છાણથી ગણેશજીની આકૃતિ બનાવો અને આ રીતે તૈયાર કરેલ ગણેશ પ્રતિમાનુ  પૂજન કરો.  જૂના સમયમાં સુખ સમૃદ્ધિની કામના માટે  દર રોજ ઘરની જમીન પર છાણનું લીંપણ કરાતું હતું.  આથી  ઘરનું  વાતાવરણ પવિત્ર અને સકારાત્મક રહેતુ.  
 
3. લાકડીના ગણેશ
ઝાડ પણ પૂજનીય અને પવિત્ર ગણાય છે. પ્રાકૃતિક રૂપથી વિશેષ ઝાડમાં પણ લક્ષ્મીનો વાસ ગણાય છે. વિશેષ ઝાડ જેવા કે પીપળો, કેરી, લીંમડા વગેરે . કાષ્ઠ એટલે લાકડીથી બનેલા ભગવાન ગણેશની મૂર્તિને ઘરના મુખ્ય બારણાની બહારના  ભાગપર લગાવો.  દરરોજ આ પ્રતિમાની પૂજા કરવાથી ઘરનું  વાતાવરણ શુભ રહે છે અને લક્ષ્મીની કૃપા મળે છે. 
 
4. શ્વેતાર્ક ગણેશ - સફેદ આંકડાના મૂળમાં ગણેશની આકૃતિ બની જાય છે . એને શ્વેતાર્ક ગણેશ કહેવાય છે. આ મૂર્તિ પૂજા થી સુખ સૌભાગ્ય વધે છે,  રવિવારે કે પુષ્ય નક્ષત્રમાં શ્વેતાર્ક ગણેશની મૂર્તિ ઘરે લાવી અને નિયમિત રૂપથી વિધિ વિધાન સાથે પૂજા કરો આ પૂજા થી ઘરમાં સુખ સંપતિ વધે છે.