શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 20 જૂન 2016 (12:07 IST)

બાળકોના દાંત અને નાળમાં છે ચમત્કાર, લોભમાં આવીને ન કરો આ ઉપાય

તમારા ઘરમાં પ્રથમ સંતાન જો પુત્ર જન્મ્યો હોય તો આ ઉપાય કરો. આવા બાળકોનો પ્રથમ દાંત જો તૂટીને ધરતી પર પડી જાય તો સાચવીને રાખી લો.  કોઈપણ ગુરૂવારે જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય  એ દાંતને ધોઈને કોઈ ચાંદીની ડબ્બીમાં બંધ કરી લો. જો કોઈને માટે ચાંદીની ડબ્બી ખરીદવી મુશ્કેલ હોય તો તેન પર ચાંદીની પાતળી પરત ચઢાવી લો. આ દાંતને સદા પોતાના પાકીટ અથવા ખિસ્સામાં મુકો. આ દાંતમાં ધન વૃદ્ધિ કરવાના વિલક્ષણ ગુણ હોય છે. મહિનામાં એક દિવસ, જે નક્ષત્રમાં બાળકનો જન્મ થયો હોય એ દાંતને સૂર્યદેવના દર્શન કરાવીને ગંગા જળથી ધોઈને અને ધૂપ-દીપ બતાવીને ફરીથી પોકેટ અથવા ખિસ્સામાં મુકી દો. આ ઉપાય ત્યારે જ ફળીભૂત થાય છે. જ્યારે તમારા પ્રથમ પુત્રનો દાંત તૂટીને જમીન પર ન પડી ગયો હોય. 
 
ઘરમાં જન્મેલ પ્રથમ પુત્ર રત્નથી અનેકો ધનદાયક ઉપાય કરવામાં આવે છે. અહી આ ઉપાયોનું વર્ણન કરવામાં આવી રહ્યુ છે. જેનાથી લેશમાત્ર પણ કોઈના અહિતની શક્યતા ન હોય.  
 
પ્રથમ પુત્રના દાંતની જેમ તેની નાળ પણ ખૂબ પ્રભાવશાળી ફળ આપે છે. બાળકના જન્મ થતા સ્મય તેની નાળ મા ના શરીરથી કાપીને જુદી કરવામાં આવે છે. બાળકની છઠ્ઠીના દિવસે તેનુ પહેરેલુ કોઈ પણ એક વસ્ત્ર લઈને આ નાળ એ કપડામાં લપેટીને ઘરમાં કોઈપણ સુરક્ષિત સ્થાન પર મુકી દો. જ્યારે પણ ઘરેથી તમે કોઈ જરૂરી કાર્ય માટે નીકળો તો નાળવાળી પોટલી પણ ધૂપ-દીપ બતાવીને સાથે લઈ જાવ. 
 
જે સજ્જન પોતાના ઈષ્ટ સિદ્ધિ હેતુ આ પોટલી સાથે લઈ જાય એ દિવસે વિશેષ કરી તે કોઈપણ અનુચિત કાર્ય, તામસિક ખાન-પાન અને અધિક વ્યર્થ બોલવાથી હંમેશા બચો. ક્યારેય પણ વીરાન સ્થાન, નદી, સ્મશાન, કોઈ વૃક્ષની નીચે અથવા પવિત્ર સ્થાન પર લઘુ અથવા દીર્ઘશંકા હેતુ ન જાવ. 
 
 ઘરે પરત ફરતા આ પોટલી ફરીથી યોગ્ય સ્થાન પર મુકી દો.  આનો પ્રયોગ જીવનના કોઈપણ મહત્વપૂર્ણ વિષયમાં જ કરો. લોભમાં આવીને તેનો અથવા કોઈ અન્ય ઉપાયનો ઉપયોગ કરવો તમારા ખુદના પક્ષમાં નહી રહે.