ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By

હનુમાન જયંતી પર કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય

શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. ચૈત્ર માસની પૂર્ણિમા પર હસ્ત નક્ષત્ર મળતા હનુમાન જયંતીનો આધ્યાત્મિક પ્રભાવ વધી જાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુખોને મટાડીને વિશિષ્ટ ફળ આપે છે.  
 
હનુમાન જયંતી પર કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો પોતાનુ ભાગ્ય 
 
મેષ રાશિ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર બુંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો 
વૃષ રાશિ - રામચરિતમાનસના સુંદર-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટ ચઢાવીને વાંદરાઓને ખવડાવો. 
મિથુન રાશિ - રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો. 
કર્ક રાશિ - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો. 
સિંહ રાશિ - રામચરિતમાનસના બાલ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો 
કન્યા રાશિ - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીવા પ્રગટાવો. 
તુલા રાશિ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો 
વૃશ્ચિક રાશિ  - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો 
ધનુ રાશિ - રામચરિતમાનસના અયોધ્યા કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં આરોગો.  
મકર રાશિ - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસુર ચઢાવીને માછલીઓને ખવડાવો. 
કુંભ રાશિ -  રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરે અને હનુમાનજી પર મીઠી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવે 
મીન રાશિ - હનુમંત બાહકનો પાઠ કરે અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજા કે પતાકા ચઢાવે.