શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 6 મે 2017 (13:31 IST)

પૂજા પહેલા આ રીતે પ્રગટાવો દીવો... ખુલી જશે ઉન્નતિના દ્વાર...

પૂજાના સમયે દીવો પ્રગટાવવો જરૂરી બતાવાયો છે. પંડિતનુ કહેવુ છે કે જો યોગ્ય રીતે દીવો પ્રગટાવવામાં આવે તો દેવ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં પણ દીવો પ્રગટાવવાનુ મહત્વ બતાવ્યુ છે.  તમે પણ જાણો એ વાતો જેને તમારે દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખવી પડશે. 
 
- દીવો ચોખ્ખો હોય અને ક્યાયથી પણ તૂટેલો ન હોય. કોઈપણ પૂજામાં તૂટેલો દીવો મુકવો વર્જિત માનવામાં આવ્યો છે. 
- દીવો એ રીતે પ્રગટાવો કે પૂજા વચ્ચે ઓલવાય નહી અને લાંબો સમય સુધી પ્રગટતો રહે. જો પૂજા વચ્ચે દીવો ઓલવાય જાય છે તો તેને અશુભ સમજવામાં આવે છે. 
- ફક્ત ઘી કે તેલનો જ દીવો પ્રગટાવો. કેટલાક પંડિત એ પણ બતાવે છે કે ઘી નો દીવો પ્રગટાવવવાના તરત પછી તેલનો દીવો ન પ્રગટાવવો જોઈએ. 
- શાસ્ત્રોમાં ઘી ના દીવાને સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે. કારણ કે ઘી ને શુભ માનવામાં આવે છે. 
- પૂજા પછી પણ અનેક કલાકો સુધી દીવો પ્રગટતો રહે એ શુભ માનવામાં આવે છે.  તેથી દીવામાં સારા પ્રમાણમાં તેલ કે ઘી નાખો. 
 
કેમ મહત્વપૂર્ણ છે દીવો પ્રગટાવવો 
 
એવુ કહેવાય છે કે દીવો જ મનુષ્યને અંધકારના જંજાળમાંથી અજવાળાની તરફ લઈ જાય છે. શાસ્ત્રો મુજબ પૂજનમાં પંચામૃતનુ ખૂબ મહત્વ છે અને ઘી એ જ પંચામૃતમાંથી એક છે. તેથી ઘી નો દીપક પ્રગટાવવાને ઉત્તમ કહેવામાં આવ્યો છે.  ઘી વાળો દીવો ઓલવાયા પછી ચાર કલાકથી પણ  વધુ સમય સુધી સાત્વિક ઊર્જા બનાવી રાખે છે. જ્યોતિષ મુજબ દીવાને સકારાત્મકતાનુ પ્રતીક અને દરીદ્રતા દૂર કરનારો માનવામાં આવે છે.