ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (15:14 IST)

Happy New Year 2017 - નવા વર્ષના આ ઉપાય તમને બનાવી શકે છે માલામાલ

આ 8 સરળ ઉપાય નવા વર્ષ 2017માં તમને બનાવી શકે છે માલામાલ 
 
ધીરે ધીરે એક વધુ કેવી રીતે વીતી ગયુ,  ખબર જ ન પડી અને આપણે વર્ષના અંતિમ પડાવ તરફ આવી ચુક્યા છે.  2016 તો જવાનુ જ હતુ અને નીકળી પણ ગયુ. અનેક ઈચ્છાઓ પૂરી થઈ તો કેટલીક ઈચ્છાઓ અધૂરી પણ રહી ગઈ. જો કે આવુ દરેક વર્ષે થાય છે. પણ હવે જે આવનારુ વર્ષ છે તેનુ સ્વાગત કેમ ન આપણે હાથ ફેલાવીને કરીએ. આ નવા વર્ષને તમારુ સૌથી સારુ વર્ષ બનાવવાનો પ્રયાસ કરો. 
 
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે કોઈ કામની શરૂઆત સારી હોય તો તેનો અંત પણ સારો જ રહેશે. તેથી અમે તમને બતાવવા જઈ રહ્યા છે ભગવાન શ્રીગણેશને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો વિશે.. જો તમે પણ આ ઉપાયો કરવા માંડશો તો આવનારા વર્ષ 2017માં તમારા ઘરની પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
 
 
1. હાથીને ખવડાવો ચારો -  ભગવાન શ્રી ગણેશના પ્રતિરૂપ હાથીને લીલુ ઘાસ ખવડાવવાથી મોટી મોટી પરેશાનીઓ પાછળ રહી જશે. સાથે જ મંદિર જઈને શ્રીગણેશને પરેશાનીઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. તેનાથી તમારી વર્ષોથી ચાલી આવતી પરેશાનીઓથી છુટકારો મળી જશે.  
 
2. લાડુનો ભોગ લગાવો - રોજ સવારે સ્નાન કર્યા પછી એક થાળી લો અને તેના પર ચંદનથી ૐ ગં ગણપતેય નમ: મંત્ર લખ્યા પછી આ થાળીમાં પાંચ બુંદીના લાડુ મુકો અને ભગવાન શ્રી ગણેશને ભોગ લગાવો. 
 
3. ગોળનો ભોગ લગાવો - સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો ત્યારબાદ ભગવાન શ્રીગણેશના મંદિર જઈને ગોળના 21 ઢેપા કે 21 નાના-નાના ટુકડા શ્રીગણેશને અર્પણ કરો સાથે જ દુર્વા પણ ચઢાવો. તેનાથી આવનારો સમય મંગલમય થાય છે. 
 
4. નારિયળનુ અર્પણ - નારિયળને ભગવાન શ્રીગણેશના તુલ્ય માનવામાં આવે છે. તેથી 7 નારિયળની એક માળા બનાવો અને શ્રીગણેશના મંદિરમાં જઈને ચઢાવો તેનાથી કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે. 
 
5. જનોઈ અર્પણ કરો - ભગવાન શ્રી ગણેશના મંદિરમાં જઈને જનોઈ અર્પણ કરવાથી ભગવાન શ્રીગણેશ પ્રસન્ન થાય છે. સાથે જ સિંદુરથી ભગવાનનો શ્રૃંગાર કરો અને મોદકનો ભોગ લગાવો. 
 
6. ઘી નો ભોગ લગાવો  -  સવારે જલ્દી ઉઠ્યા પછી સ્નાન કરો અને ભગવાન શ્રીગણેશને શુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો અને પૂજા પછી ઘી અને ગોળનુ સેવન કરો. 
 
7. શ્રી ગણેશનો અભિષેક કરો - નિયમિત રૂપે ભગવાન શ્રીગણેશનો અભિષેક કરવાથી પણ ઘર પરિવારની બધી સમસ્યાઓ દૂર થાય છે સાથે જ શ્રી ગણેશ અથર્વશીર્ષનો પણ પાઠ કરો. 
 
8. દાન કરો - ભગવાન શ્રીગણેશના મંદિરમાં જઈને ગરીબને પોતાની સામર્થ્યના મુજબ દાન કરવાથી ભાગ્યનો ઉદય થાય છે અને જૂના પાપની અસર ખતમ થાય છે. 
 
કહેવાય છે કે નાની નાની વાતોનુ ધ્યાન રાખવાથી મોટી વાત બની જાય છે. તેથી તમે પણ આ નાના નાના ઉપાયો કરીને વર્ષ 2017માં તમારા ભાગ્યનો ઉદય કરી શકો છો.