બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (12:08 IST)

હિન્દુ ધર્મ વિશે - જાણો કંઈ ઈચ્છા પુરી કરવા કોણી પૂજા કરવી જોઈએ

દરેક મનુષ્યની અનેક કામનાઓ હોય છે. પોતાની ઈચ્છાઓને પુર્ણ કરવા માટે કર્મોની સાથે સાથે દેવી-દેવતાઓની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. મનુષ્ય પોતાના દરેક દુખમાં દરેક પરેશાનીમાં ભગવાનને યાદ જરૂર કરે છે. પણ ઓછા જ લોકો આ વાત જાણે છે કે કંઈ મનોકામના પુર્ણ કરવા માટે કયા દેવી-દેવતાની ઉપાસના કરવી જોઈએ. 
 
શ્રીમદ્દ ભાગવત મહાપુરાણમાં આ વાતનુ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. 
 
1. જેમને સંતાનની ઈચ્છા હોય તેમણે પ્રજાપતિયોની ઉપાસના કરવી જોઈએ. 
2. ધન ઈચ્છતા લોકોને માયાદેવી કે દેવી લક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ. 
3. તેજ અને શક્તિની પ્રાપ્તિ માટે અગ્નિની આરાધના કરવી જોઈએ. 
4. જેને અન્ન પ્રાપ્તિની ઈચ્છા છે તેણે દેવ માતા અદિતિની ઉપાસના કરવી જોઈએ. 
5. સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓએ દેવ માતા અદિતિના પુત્ર સૂર્ય, ઈન્દ્ર, વામન વગેરેની પૂજા કરવી જોઈએ. 
6. લાંબી આયુની ઈચ્છા રાખનારાઓએ સૂર્ય પુત્ર અશ્વિનકુમારોની આરાધના કરવી જોઈએ. 
7. સુંદરતા અને સૌન્દર્ય પ્રાપ્તિની કામના કરનારાઓએ ગંધર્વોની ઉપાસના કરવી જોઈએ. 
8. પત્નીની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીની આરાધના કરવી જોઈએ. 
9. વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન શિવ અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ કાયમ રાખવા માટે માતા પાર્વતીની પૂજા અર્ચના કરવી જોઈએ. 
10. અવરોધોથી બચવા માટે યક્ષોની આરાધનાનું મહત્વ માનવામાં આવે છે 
11. સુખ અને સમૃદ્ધિની કામના કરનારાઓએ માયાદેવીની ઉપાસના કરવી જોઈએ. 
12. વીરતા અને બળ ઈચ્છતા લોકોએ રુદ્રોની આરાધના કરવી જોઈએ. 
13. સન્માનની ઈચ્છા રાખનારાઓએ લોકમાતા પૃથ્વીની પૂજા કરવી જોઈએ. 
14. સૌના સ્વામી બનવાની ઈચ્છા રાખનારાઓએ ભગવાન બ્રહ્માની આરાધના કરવી જોઈએ.