મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 3 મે 2017 (16:26 IST)

આ 5 વસ્તુઓ દાન કરવાથી પૂરી થાય છે દરેક ઈચ્છા

હિન્દુ ધર્મમાં દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. મોટાભાગના લોકો અમાસ અને પૂનમના દિવસે લોટ-ચોખાનુ દાન કરે છે. પણ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનુ દાન વિશેષ રૂપે ફળદાયી હોય છે. તેથી દાનના સમયે ફક્ત અને ફક્ત આ જ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. 
 
ભગવાન શિવના શિવપુરાણમાં દાનના મહત્વ વિશે બતાવ્યુ છે અને સાથે જ તેના કેટલાક ચમત્કારી ઉપાય પણ બતાવ્યા છે. 
 
શિવપુરાણમાં દાન સંબંધે કેટલીક એવી વસ્તુઓ બતાવી છે કે જેને દાન કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. પણ દરેક પ્રકારની મનોકામના માટે જુદા પ્રકારની વસ્તુઓ દાન કરવાની હોય છે. 
 
શિવપુરાણ મુજબ જો કોઈ વ્યક્તિ ખરાબ સમયના મારમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે મીઠાનુ દાન કરવું જોઈએ. તેનાથી ખરાબ સમય ટળી જાય છે. 
 
ઘી નુ દાન - શિવપુરાણ મુજબ જે લોકો શારીરિક બીમારીઓથી ગ્રસ્ત હોય છે તેમણે ઘી નુ દાન કરવુ લાભકારી રહે છે. 
 
તલનુ દાન - શિવપુરાણ મુજબ મૃત્યુ અને ભય પર વિજય મેળવવા માટે વ્યક્તિએ તલનુ દાન કરવુ જોઈએ. તેનાથી એક નવા પ્રકારની ઉર્જા મળે છે. 
 
અનાજનુ દાન - શિવપુરાણ મુજબ અનાજનુ દાન કરનારાના ઘરમાં ક્યારેય અન્નની કમી આવતી નથી. 
 
ગોળનું દાન - શિવપુરાણ મુજબ બધા દાનમાં ગોળનુ દાન સૌથી વધુ લાભકારી સાબિત થાય છે. તેનાથી મનપસંદ ભોજન પણ પ્રાપ્ત થાય છે.