શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

શાસ્ત્રીય રીતે કરો શુક્રવારે આ ઉપાય, ક્યારેય નહી રહે ધન અને સુખનો અભાવ

સનાતન માન્યતાનુ માનીએ તો શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલ પૂજા અર્ચના અન્ય દિવસો કરતા વધુ ફળદાયક હોય છે.  મનગમતુ ફળ મેળવવાની ઈચ્છામાં વ્યક્તિ સામ, દામ, દંડ, ભેદ બધા પૈતરાં અપનાવે છે.  શાસ્ત્રીય રીતે કરવામાં આવેલ ઉપાય ક્યારેય ખતમ ન થનારા ધનના ભંડાર અપાવે છે.  કહેવાય છે કે લક્ષ્મી ચંચળ હોય છે. તે ક્યારેય એક સ્થાન પર રહેતી નથી. આ ઉપાય કરવાથી તમે સાદા ધનિક અને સુખી રહેશો. શુક્રવારે નિત્ય કાર્યોથી પરવારીને ઘરના મંદિરમાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. મા ના સ્વરૂપ અથવા ફોટા પર કમળ અથવા ગુલાબના ફૂલોની માળા અર્પિત કરો.  કમળકાકડીની માળાથી આ મંત્રનો 108 વાર જાપ કરો. 
 
ૐ શ્રી શ્રીયે નમ: 
 
પછી મા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો. ખીર બનાવવુ શક્ય ન હોય તો સાકરનો ભોગ પણ લગાવી શકાય છે. જેટલુ બની શકે પ્રસાદનું વિતરણ કરો. અંતમાં ખુદ ગ્રહણ કરો. 
 
કન્યા પૂજન કરો. કન્યાઓની વય 7 વર્ષથી ઓછી હોવી જોઈએ.  આ કાર્ય દરેક શુક્રવારે ત્યા સુધી કરો જ્યા સુધી આર્થિક સ્થિતિમાં  ફેર ન પડે. 
 
આ ઉપરાંત વધુ ત્રણ શુક્રવાર સુધી રોજ આ એક ઉપાય કરો. ન્હાયા પછી લાલ કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ચાંદીની અંગૂઠી પહેરો એ જ સમયે ચોખા અને ખાંડ જનોઈધારી બ્રાહ્મણને દાન કરો.