ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (10:41 IST)

કરો 9 માંથી કોઈ પણ એક ઉપાય , વરસશે ધન-દૌલત કાલે છે પૂર્ણિમાની રાત

ભારતીય પંચાગ મુજબ દરેક મહિનાની 30 દિવસોમાં 15-15 દિવસના બે પક્ષ હોય છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. શુક્લ પક્ષનો જે દિવસ વિશ્રામ હોય છે તે દિવસને પૂર્ણિમા કહે છે. ચંદ્રમા તેના પૂર્ણ આકારમાં જોવા મળે  છે. ધનની દેવી માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવા માટે આ દિવસ સર્વોત્તમ છે . આજે મંગળવાર 13 દિસંબર માર્ગશીર્ષ પૂર્ણિમા છે. 
પૂર્ણિમા માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. આ દિવસે માતા લક્ષ્મીની આરાધના કરવાથી જીવનમાં ખુશીઓની કમી નહી રહે. પૂર્ણિમાને સવારે 5 વાગ્યા થી 10.30 વાગ્યા સુધી માતા લક્ષ્મી પીપળના ઝાડ પર નિવાસ કરે છે. આ દિવસે જે  પણ જાતક જળમાં દૂધ મિક્સ કરી પીપળના ઝાડ પર ચઢાવે છે. તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન  થાય  છે. 
 
મંગળવાર અને પૂર્ણિમાના ઉત્તમ યોગ પર અજમાવો કેટલાક બીજા ઉપાય 
 
1. માનસિક રૂપથી અસ્વસ્થ માણસની સેવા મહીનામાં કોઈ પણ એક મંગળવારે કરવાથી માનસિક તનાવ હમેશા માટે દૂર થઈ જશે.  
 
2. વર્ષમાં એક વાર કોઈ પણ મંગળવારે તમારુ લોહી દાન કરવાથી તમે હમેશા દુર્ઘટનાથી બચ્યા રહેશો. 
 
3. 5 દેશી ઘીના રોટલીનો ભોગ મંગળવારે લગાવવાથી દુશ્મનોથી મુક્તિ મળે છે. 

4. વ્યાપારમાં વૃદ્ધિ માટે મંગળવારે સિંદૂરી રંગનો લગોટ હનુમાનજીને પહેરાવવું. 
 
5. મંદિરના શિખર પર લગાવવું લાલ ઝંડો અને આકસ્મિક સંકટોથી મુક્તિ મેળવું . 
6. તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન ચાલીસા , બજરંગ બાણ અને સુંદર કાંડ , રામાયણ , રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. 
 
7. મંગળવારે હનુમાનજીનો વ્રત કરવાથી રોગી રોગમુક્ત, પુત્રાર્થી પુત્રવાન , મોક્ષાર્થી મુક્ત અને ધનાર્થી ધન સંપન્ન હોય છે. 
 
8. પૂર્ણિમાના દિવસે વડના ઝાડ પર સૂતને લાલ કે પીળા કરીને લપેટવાથી અખંડ સૌભાગ્યની ଑રાતિ હોય છે. 
 
9. પૂર્ણિમાના દિવસે વડના ઝાફના મૂળમાં મીઠી લસ્સી (મીઠો દહીં ) ચઢાવવાથી મંગળ શનિ રાહુ જેવા અનિષ્ટ ગ્રહ શાંત હોય છે.