શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (15:36 IST)

જો આપની કુંડળીમાં હશે આ દોષ તો આપના લગ્ન થશે મોડા...

અનેક લોકો હોય છે જે કેરિયરમાં સ્થાપિત થયા પછી પણ યોગ્ય વયમાં લગ્ન  કરી શકતા નથી. આવી કુંડળીમાં કેટલાક દોષ હોય છે જેને કારણે તેમના લગ્નમાં અવરોધ આવે છે અને કોશિશ પછી પણ લગ્ન્ન જલ્દી થઈ શકતા નથી.  આજે અમે તમને આવા જ કેટલક દોષ વિશે બતાવીશુ સાથે જ આ દોષનું નિવારણ પણ ખૂબ જરૂરી છે.. આવો જાણીએ એ દોષ વિશે.. 
શુક્ર(વીનસ) ને શાંત કરીને લગ્નની સ્થિતિમાં સુધાર કરી શકો છો. શુક્રની ભૂમિકા લગ્ન પછી ખુશી માટે પણ મહત્વ પૂર્ણ છે. શુક્ર જીવનમાં ભૌતિક સુખ નિયંત્રિત કરે છે અને તેના પ્રભાવથી જ વૈવાહિક જીવનમાં ખુશી નક્કી થાય છે.  ગુરૂ પણ લગ્નના સ્માયમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 
 
ગુરૂની શક્તિ સાચા સમય પર લગ્ન અને સારા પરિણઁઆમ આપવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 
 
1. કુંડળીના સપ્તમ ભાવમાં બુધ અને શુક્ર બંને હોય તો વિવાહની વાતો થતી રહે છે. પણ લગ્ન લાંબા સમય પછી થાય છે 
2. ચોથા ભાવ કે લગ્ન ભાવમાં મંગળ હોય અને સપ્તમ ભાવમાં શનિ હોય તો વ્યક્તિને લગ્નમાં રૂચિ રહેતી નથી
3. સપ્તમ ભાવમાં શનિ અને ગુરૂ હોય તો લગ્ન મોડા થાય છે. 
4. ચંદ્રથી સપ્તમમાં ગુરૂ હોય તો લગ્ન મોડે થાય છે 
5. ચંદ્રની રાશિ કર્કથી ગુરૂ સપ્તમ હોય તો લગ્નમાં અવરોધ આવે છે. 
6. સપ્તમમાં ત્રિક ભાવનો સ્વામી હોય તો કોઈ શુભ ગ્રહ યોગકારક ન હોય તો લગ્નમાં મોડુ થાય છે 
7. સૂર્ય મંગળ કે બુધ લગ્ન કે લગ્નના સ્વામી પર દ્રષ્ટિ નાખતો હોય અને ગુરૂ બારમાં ભાવમાં બેસ્યો હોય તો વ્યક્તિમાં આધ્યાત્મિકતા વધુ રહેવાથી લગ્નમાં મોડુ થાય છે 
8. લગ્ન (પ્રથમ) ભાવમાં સપ્તમ ભાવમાં અને બારમાં ભાવમાં ગુરૂ કે શુભ ગ્રહ યોગ કારક ન હોય અને ચંદ્રમાં નબળો હોય તો લગ્નમાં અવરોધ આવે છે. 
9. મહિલાની કુંડળીમાં સપ્તમેશ કે સપ્તમ ભાવ શનિથી પીડિત હોય તો લગ્ન મોડા થાય છે. 
10. રાહુની દશામાં લગ્ન હોય કે રાહુ સપ્તમ ભાવને પીડિત કરી રહ્યો હોય તો લગ્ન થઈને તૂટી શકે છે.