ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 13 માર્ચ 2018 (18:46 IST)

સંકષ્ટ ચતુર્થી - આ ઉપાયથી ગણેશજી ઘર-પરિવારની બધી મુશ્કેલીઓ કરશે દૂર

શનિવારે તારીખ 03.02.18 ફાગણ કૃષ્ણ ચતુર્થીના ઉપલક્ષ્યમાં શનિવારીય સંકષ્ટી ચતુર્થી ઉજવાશે  કૃષ્ણ પક્ષમાં આવનારી ચોથને સંકષ્ટી ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે પુરાણો મુજબ સદીઓ પહેલા સંકટથી ઘેરાયેલા દેવતાઓએ મદદ માટે મહેશ્વર પસે ગયા. ત્યારે મહેશ્વરે કાર્તિકેય અને ગણેશની શ્રેષ્ઠતાના આધાર પર કોઈ એક ને દેવતાઓનુ સંકટ હરવાનુ કહ્યુ અને સાથે જ પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ્કરવા માટે સૌ પ્રથમ પૃથ્વીની પરિક્રમા કરવાનો આધાર મુક્યો. કાર્તિકેય મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા માટે નીકળી પડ્યા પણ ગણેશજીની સવારી તો મૂષક હતો જેનાથી તેઓ જીતી શકતા નહોતા. આ કારણે ગણેશજીએ પોતાના માતા-પિતા અર્થાત શિવ-પાર્વતીની સપ્ત પરિક્રમા કરીને આ વિજય પ્રાપ્ત કર્યો અને દેવગણોના સંકટ દૂર કર્યા. મહેશ્વરે ગણેશને આશીર્વાદ આપ્યા કે ચતુર્થી પર  જે વ્યક્તિ ગણેશ પૂજન કરી ચંદ્રમાને અર્ધ્ય આપશે. તેમના ત્રણેય તાપ અર્થાત દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ દૂર થશે.  શનિવારીય સંકષ્ટી ચતુર્થીનુ વિશેષ વ્રત, પૂજન અને ઉપાયથી ઘર પરિવાર પર આપી રહેલ વિપદાઓ દૂર થાય છે.  રોકાયેલા માંગલિક કાર્ય સંપન્ન થાય છે અને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. 
વિશેષ પૂજન વિધિ - ગણપતિની વિધિપૂર્વક પૂજા કરો. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ચંદન ધૂપ કરો. સફેદ ફૂલ ચઢાવો. દૂર્વા ચઢાવો. ચાર લાગુનો નૈવૈદ્ય લગાવો. રૂદ્રાક્ષની માળાથી 108 વાર મંત્ર જપો. પૂજન ઉપરાંત ચંદ્રમાને મધ, ચંદન, લાલ દોરો મિશ્રિત દૂધથી અર્ધ્ય આપો.  પૂજન પછી લાડુને પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરો. 
 
પૂજન મુહૂર્ત : રાત્રે 19:58 થી રાત્રે 20:58 સુધી. 
ચંદ્ર દર્શન મુહૂર્ત - રાત્રે  21:08થી રાત્રે 22:08 સુધી 
પૂજન મંત્ર ૐ भक्तविघ्नविनाशनाय नमः॥
ઉપાય - ભૌતિક સુખોની પ્રાપ્તિ ગણેશજી પર બેલફળ ચઢાવો 
 
પારિવારિક વિપદાથી મુક્તિ હેતુ ગણેશજી પર ચઢો.... ગોળોચનથી ઘરના મેન ગેટ પર તિલક કરો 
 
રોકાયેલા માંગલિક કાર્ય કરવા હેતુ ખાંડ ભેળવેલ દહીંમા છાયા જોઈને ગણપતિ પર ચઢાવો