શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (14:43 IST)

શનિ-રાહુ-કેતુની તિકડીને બેઅસર કરે છે કૂતરુ

શકુન શાસ્ત્રમાં કૂતરાને શકુન રત્ન માનવામાં આવે છે. કારણ કે માણસથી પણ વધુ વફાદાર, ભવિષ્ય વક્તા અને પોતાની હરકતોથી શુભ-અશુભનુ પણ જ્ઞાત કરાવે છે.  તેમને દરેક મુસીબત પહેલા જ અંદાજ થઈ જાય છે. સેફ્ટી માટે કૂતરાને પાળવો સૌથી સારો વિકલ્પ છે.  કૂતરાને ખૂબ જ સંવેદનશીલ અને હોશિયાર જાનવર માનવામાં આવે છે.  કારણ કે કૂતરા વફાદાર હોય છે અને ઘરની રખેવાળી માટે સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. 
 
શનિને પ્રસન્ન કરવા માટે બતાવવામાં આવેલ ખાસ ઉપાયોમાંથી એક ઉપાય છે ઘરમાં કાળુ કૂતરુ પાળવુ. કાળો કૂતરો શનિદેવનુ વાહન છે. જે લોકો કૂતરાને ખવડાવે છે તેમના પર શનિ અતિ પ્રસન્ન રહે છે. શનિદેવની કૃપા ઉપરાંત જાતકને પરેશાનીઓથી સદા માટે મુક્તિ મળી જાય છે.  સાઢેસાતી, ઢૈય્યા કે કુંડળીનો અન્ય કોઈ દોષ આ ઉપાયથી નિશ્ચિત જ ઠીક થઈ જાય છે. 
 
કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવવાથી શનિ સાથે રાહુ-કેતુ સાથે સંબંધિત દોષોનુ પણ નિવારણ થઈ જાય છે. રાહુ-કેતુના યોગ કાલસર્પ ય્ગથી પીડિત વ્યક્તિઓને આ ઉપાય લાભ પહોંચાડે છે. 
 
લાલ પુસ્તમાં કેતુને કૂતરો માનવામાં આવ્યો છે. ઘરમાં કોઈપણ રંગનો કૂતરો પાળવાથી કેતૂનો ખરાબ પ્રભાવ ઓછો કરી શકાય છે. જ્યોતિષી મુજબ કેતુનુ પ્રતિક છે કૂતરો. પિતૃ શાંતિ માટે કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ. કૂતરાને રોજ રોટલી ખવડાવવાથી બધા પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. ઘરમાં કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બનતી નથી. 
 
કૂતરાને ભગવાન ભૈરવનો પરમપ્રિય માનવામાં આવે છે. ભગવાન ભૈરવનુ વાહન કૂતરો છે. તેથી કાળ ભૈરવ જયંતી, રવિવાર અને મંગળવારે કૂતરાની પણ પૂજા કરવામાં આવે છે.  કહેવાય છે કે જો કૂતરો કાળા રંગનો હોય તો પૂજાનુ માહાત્મય વધી જાય છે. કેટલાક ભક્ત  તો તેને પ્રસન્ન કરવા માટે દૂધ પીવડાવે છે અને મીઠાઈ ખવડાવે છે. સવા કિલો જલેબી બુધવારના દિવસે ભૈરવનાથને ચઢાવો અને કૂતરાને ખવડાવો. ઘરે આવનારા બધા સંકટોમાંથી મુક્તિ મેળવો.