મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (10:55 IST)

શરદ પૂનમની રાતડી...ચાંદની ખીલી છે ભલી ભાતની

ઘણા લોકોને એવુ થતુ હશેને કે ગરબા તો ગયા, હવે તો આવતા વર્ષે જ રમવા મળશે, પણ નહી નવરાત્રી જતા જતા પણ તમને એક તક આપે છે કે તમે એક વાર મનમૂકીને ઝૂમી લો, અને એ પણ ચાંદની રાત્રે એટલે કે પૂનમના દિવસે. અને આ મોકો તમને ફક્ત ગુજરાતમાં જ મળશે. ગુજરાતમાં આજે પણ શરદ પૂનમના દિવસે મોટા મોટા આયોજનો કરવામાં આવે છે. 

શરદપૂનમની રાતડી હો-હો ચાઁદની ખીલી છે ભલીભાઁતની
તુ ન આવે તો શ્યામ રાસ જામે ન શામ રાસ રમવાને વહેલો આવ આવ આવ શ્યામ ...
રાસ રમવાને વહેલો આવજે......તારા વિના શ્યામ.....

નવરાત્રી પૂરી થયા પછી તરત ગરબાનો રંગ ઉતરતો નથી, મન તો વધુ ગરબા રમવા હિલોળા મારતું જ હોય છે, અને તેમાં પણ જો નવ દિવસ સતત રમ્યા પછી ચાર-પાંચ દિવસનો આરામ મળે અને પછી ગરબા રમવા મળે તો કેટલી મજા પડે.

શરદપૂનમ આવો જ આનંદ ઉઠાવવાનો દિવસ છે. દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના રુમઝુમની વિદાય વચ્ચેની આ રઢિયાળી રાત એટલે શરદ પૂનમ. આ દિવસે લોકો ખાસ મોટા રાસ-ગરબાનું આયોજન કરે છે. આ દિવસે લોકો પોતાની અગાસી પર બેસીને બટાકા-પૌઆ અને દૂધ પૌઆની ઉજવણી કરે છે. કેટલીક જગ્યાઓએ તો બટાકાં અને પૌઆની વાનગીઓની મોટી પાર્ટીઓ રાખવામાં આવે છે.

પૂનમની રાતે શું ખાવુ એ તો આપણે સૌ જાણીએ જ છીએ હવે થોડું તેનુ ધાર્મિક મહત્વ પણ જાણી લઈએ.

શરદપૂનમની રાત એટલે ચાઁદની રાત, ઠંડો પવન અને અમૃત વરસાવતુ આકાશ. આર્યુવેદમાં આ રાતનું વિશેષ મહત્વ છે. શ્વાસ રોગની ઔષધિયો શરદ પૂનમની રાતે જ રોગીને આપવાનું વિધાન છે. કહેવાય છે કે આ રાત્રિએ આકાશમાંથી અમૃત વર્ષા થાય છે.

શરદપૂનમની રાતે જ રાસ-રસૈયા શ્રીકૃષ્ણ ભગવાન પોતાની મોહિની મુસ્કાનથી ગોપીયોને મોહિત કરતા હતા. બાસુરી વગાડીને તેમને મદહોશ કરી દેતા હતા. ચાઁદની રાતમાં મહારાસનું આયોજન કરવામાં આવતુ હતુ. જેમાં ગીત-સંગીત અને નૃત્યનો સંગમ જોવા મળતો. આજે ભલે આપણે આ પ્રકારનું કોઈ આયોજન ન કરતા હોય પણ પૂનમના રાતની ચાઁદનીની છટા તો આજે પણ એવી જ જોવા મળે છે.

 
P.R
ચારે તરફથી ગોળ ચંદ્રમાઁનું સૌદર્ય જોવા જેવું હોય છે. એમાંથી એટલો પ્રકાશ ફૂટે છે કે પૃથ્વી આ પ્રકાશમાં નહાતી હોય એવું લાગે છે. અમારી ચારે બાજુ અજવાળુ જ અજવાળુ લાગે છે. આ અજવાળામાં દૂર દૂર સુધીની મોટાભાગની વસ્તુઓ દેખાય છે. શરદઋતુમાં ચારે બાજુ સ્વાસ્થ્યવર્ધક વાતાવરણ ઉત્સાહને વધારે છે. દૂધનૂ ઉત્પાદન પણ વધુ થાય છે. અને તેથી જ શરદપૂનમની રાતે ચાઁદની રાતમાં બેસીને મેવાયુક્ત દૂધનો આનંદ લેવો એ અમૃત તુલ્ય છે. અમારા પૂર્વજોએ સારી વાતોને ધાર્મિકતા અને પરંપરા સાથે ગૂંથી દીધી છે.

વર્ષા ઋતુમાં જ્યારે દૂધનું ઉત્પાદન ભરપૂર થતુ હોય, ખીરનું સેવન અને પાચનની અનુકૂળતા હોય ત્યારે ખીર મિષ્ટાન્ન પોતે પણ ખાવ અને પિતૃઓને પણ ખવડાવો. શ્રાધ્ધ પક્ષ પૂરો થતાં જ નવરાત્રિના ઉપવાસ અને જપ-તપથી શરીરને પુન: તેજસ્વી બનાવી લો. નવરાત્રી પછી તરત જ દશેરા અને શરદ પૂનમ આવે છે.

આ શરદ પૂનમના ચંદ્રને શુ ખબર કે ધરતી પર કેટલી આશાઓ ભરેલી નજરો તેને ચકોર બનીને નિહાળી રહી છે. નર-નારી અને ચકોર જ નહી શરદમાં તો હાથી પણ મદમસ્ત થઈ જાય છે.