શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2016 (15:35 IST)

મંદિરમાં જાવ તો થોડી વાર મૂર્તિ સામે જરૂર બેસવુ જોઈએ, જાણો કેમ ?

મૂર્તિનો ઉપયોગ એક સીડીના રૂપમાં કરી શકાય છે. પણ એ મૂર્તિમાં જ ન અટકી જશો. ભગવાન તમારી અંદર છે. તેથી મંદિર જતી વખતે ભગવાનની મૂર્તિ જોયા પછી થોડી વાર ખુદની સાથે બેસવાનું શાસ્ત્રોમાં કહ્યુ છે. 
 
વ્યક્તિએ મંદિરમાં થોડીવાર બેસ્યા વગર પરત ન નીકળવુ જોઈએ. જૂના સમયમાં મૂર્તિને અંધારામાં રાખવામાં આવતી હતી.  જેને ગર્ભગૃહ કહેવાતુ હતુ. તમે ત્યારે જ ભગવાનની મૂર્તિનો ચેહરો જોઈ શકતા  હતા જ્યારે તેને દિપકના પ્રકાશથી બતાડવામાં આવે. આવુ એ માટે કે ઈશ્વર તમારા મનના ઊંડાણમાં જ વસે છે. આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. 
 
લોકો પ્રતિમાઓને ખૂબ સુંદરતાથી સજાવે છે. ઉદ્દેશ્ય એ છેકે તમારુ મન અહી તહી ન ભટકે અને તમે પૂર્ણ રૂપથી પ્રતિમા સાથે મોહિત થઈ જાવ. આ બજાર જવા જેવુ છે. અનેક લોકો આજે પણ બજારમાં ફક્ત ફરવા અને જોવા જ જાય છે.  
 
તે બધી સુંદર વસ્તુઓ જુએ છે અને સારો અનુભવ કરે છે. કેમ?  કારણ કે મન સુંદર વસ્ત્રો, સારી મહેંક, ફૂલ ફળ અને સારી ખાદ્ય વસ્તુઓ તરફ આકર્ષિત થાય છે.  આપણા પૂર્વજ આ જાણતા હતા તેથી તેઓ બધી વસ્તુઓ મૂર્તિયોની નિકટ મુકતા હતા.  તેઓ મનને ઈન્દ્દ્રિયોના રસ્તે ફરી પરત લાવતા હતા અને ભગવાન તરફ કેન્દ્રીત કરતા હતા. 
 
બૌદ્ધ ધર્મમાં પણ આ રીતથી મનને વશમાં કરવામાં આવે છે. તેથી તે ભગવાન બુદ્ધની અને બોધિસ્તવની અતિ સુંદર મૂર્તિઓ બનાવે છે. હીરા, પન્ના, સુવર્ણ અને ચાંદી સાથે. તેઓ ફળ, ફૂલ, અગરબત્તી અને મીઠાઈ વગેરે ભગવાનની સામે મુકે છે. 
જેથી મન અને બધી ઈન્દ્રિયો ઈશ્વર પર કેન્દ્રિત થઈ જાય. એકવાર મન સ્થિર થઈ જાય છે તો તેમને આંખો બંધ કરીને ધ્યાન કરાઅનુ કહેવામાં આવે છે.  આ બીજુ પગલું છે.  ધ્યાનમાં તમે ભગવાનને ખુદની અંદર જ જોશો. એક ખૂબ જ સુંદર શ્રુતિ છે વેદાંતમાં... 
 
જ્યારે કોઈ વ્યક્તિ પૂછે છે કે ભગવાન ક્યા છે ? બુદ્ધિમાન વ્યક્તિ જવાબ આપે છે, "મનુષ્યો માટે પ્રેમ જ ભગવાન છે. ઓછા બુદ્ધિમાન તેમને લાકડી અને પત્થરની મૂર્તિયોમાં જુએ છે.  પણ બુદ્ધિમાન લોકો ભગવાનને ખુદમાં જુએ છે. જુઓ ભલે પૂજામાં અનેક વિસ્તૃત ક્રિયાઓ બતાવવામાં આવે, આપણે એ સર્વને કરવાની જરૂર નથી. કારણ કે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ તો આપણને દેખાય છે કે બધુ જ ઈશ્વર છે. 
 
પરંતુ પ્રાચીન પરંપરાઓને કાયમ રાખવા માટે આપણે આ બધી રીત અને રિવાજો કરવા જોઈએ. એ માટે આપણે નિયમથી દિપક પ્રગટાવવો જોઈએ. ભગવાનને પુષ્પ અર્પિત કરવા જોઈએ. જેથી આપણા બાળકો આ બધા દ્વારા કંઈક સીખે અને આવનારી પેઢી પણ આપણી પ્રાચીન પરંપરાઓ અને સંપન્ન સંસ્કૃતિથી અવગર રહે.