ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

સૂર્યને જળ ચઢાવવાના ફાયદા

સૂર્યને જળ ચઢાવવાથી આપણા વ્યક્તિત્વ પર સીધી અસર થાય છે. જ્યોતિષની માન્યતા છે કે સૂર્ય દેવ બધા ગ્રહોનો સ્વામી છે. તેથી જો તે તમારાથી પ્રસન્ન રહે છે તો બાકી ગ્રહોની પણ કૃપા પ્રાપ્ત્ય કરી શકાય છે. વિજ્ઞાનના મુજબ પણ સૂર્યને જળ ચઢાવવો લાભદાયક બતાવ્યો છે  અહી જાણો સૂર્યને જળ ચઢાવવાથી કયા કયા લાભ મળે છે. 
 
1. સૂર્યને જળ ચઢાવવા માટે જલ્દી ઉઠવુ જોઈએ. જલ્દી ઉઠીને જળ ચઢાવવાથી તાજી હવા મળે છે અને સૂર્યની પ્રથમ કિરણ આપણા પર પડે છે.  જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. 
 
2. સૂર્યને જળ ચઢાવતી વખતે લોટામાંથી જે પાણીની ધારા વહે છે એ ધારા વચ્ચેથી સૂર્યને જોવાથી આંખોની રોશની વધે છે. 
 
3. સૂર્યને જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. જળમાં ચોખા, લાલ દોરો, ફૂલ-પાન વગેરે પણ નાખી શકાય છે.  જળ ચઢાવતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ કે ભગવાન સૂર્યના નામનો જાપ પણ કરી શકાય છે. 
 
4. સૂર્યની કિરણોથી આપણા શરીરને વિટામિન ડી મળે છે.  ફક્ત સવારના સમયે જ સૂર્યની કિરણો આપણને લાભ પહોંચાડે છે.  ત્યારબાદ જેમ જેમ સૂર્યની ગરમી વધે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક થતી જાય છે.  તેથી સવાર સવારે સૂર્યને જળ ચઢાવવામાં આવે છે. 
 
5. શાસ્ત્રો મુજબ આ દિશાની તરફ મોઢુ કરીને સૂવુ જોઈએ નહી.