શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

સાથિયા(સ્વસ્તિક)ના આ ઉપાયો દ્વ્રારા તમારા ઘરમાં રહેશ સદૈવ બરકત અને સકારાત્મકતાનો સ્વાસ

સ્વસ્તિક એક ખૂબ પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં મંગળ-પ્રતિક માનવામા આવે છે.  તેથી કોઈપણ શુભ કાર્યને કરતા પહેલા સ્વસ્તિક નિશાન કરીને તેનુ પૂજન કરવામાં આવે છે.   ગણેશ પુરાણ મુજબ સ્વસ્તિક ભગવાન ગણેશનુ સ્વરૂપ છે.  તેમા બધી બાધા અને અમંગળને દૂર કરવાની શક્તિ રહેલી છે.   સ્વસ્તિકને દેવી લક્ષ્મી મતલબ શ્રી નુ પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષમાં સ્વસ્તિકનો થોડો જુદો પ્રયોગ બતાવ્યો છે. જેને કરવાથી ઘરમાં સદૈવ બરકત અને સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે. 
 
1. ઘરની બહાર કુમકુમ, સિંદૂર કે રંગોળીથી બનેલ સ્વસ્તિક શુભ હોય છે. તેનાથી ઘરમાં દેવી-દેવતાઓનુ આગમન થાય છે 
2. સાત ગુરૂવાર સુધી ઉત્તર પૂર્વી ખૂણાને ગંગાજળથી ધોઈને ત્યા હળદરથી સ્વસ્તિક બનાવીને પૂજન કરો. ત્યારબાદ  ગોળનો નૈવેદ્ય લગાવો. આવુ કરવાથી વેપારમાં ઉન્નતિ થાય છે.  
 
3. સ્વસ્તિક બનાવીને તેના પર જે દેવી દેવતાની મૂર્તિ મુકવામાં આવે તે જલ્દી પ્રસન્ન થાય છે.  તમારા ઈષ્ટ દેવનુ પૂજન કરનારા લોકો એ સ્થાન પર સાથિયાનું નિશાન ચોક્ક્સ બનાવે 
 
4. પૂજા સ્થળ પર સ્વસ્તિક બનાવીને તેના પર પંચ ધાન્ય કે દીવા પ્રજવલ્લિત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. 
 
5. મંદિરમાં મનોકામના પૂર્તિ માટે છાણ કે કંકુથી ઉલ્ટો સ્વસ્તિક બનાવવામાં આવે છે.  જ્યારે મનોકામના પૂરી થાય છે તો ત્યા જ જઈને સીધો સાથિયો બનાવવામાં આવે છે. 
 
6. અનિદ્રા અને ખરાબ સ્વપ્નોથી છુટકારો મેળવવા માટે સૂતા પહેલા ઘરના મંદિર પર ઈંડેક્સ ફિંગરથી સ્વસ્તિક બનાવો
 
7. ઘરમાં છાણમાંથી સ્વસ્તિક બનાવો. આવુ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જ પિતરોની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
8. ઊંબરા પર બંને બાજુ સાથિયો બનાવીને તેનુ પૂજન કરો. સાથિયા પર ચોખાનો એક ઢગલો બનાવો.  ત્યારબાદ એક એક સુપારી પર દોરો બાંધી તેને ચોખાના ઢગલા પર મુકો.  તેનાથી ઘન લાભની પ્રાપ્તિ થશે. 
 
9. ઉત્તર પૂર્વમાં ઉત્તર દિશાની દિવાલ પર હળદરથી સ્વસ્તિક બનાવો. આવુ કરવાથી ઘરમાં સદા સુખ શાંતિનુ વાતાવરણ કાયમ રહે છે.