ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 13 મે 2016 (00:36 IST)

કાર્યમાં અવરોધ કે દૂર્ભાગ્યને દૂર કરવા અપનાવો આ ઉપાય

કામમાં આવતી મુશ્કેલી અને દુર્ભાગ્યને દૂર કરવા માટે જ્યોતિષમાં અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાય જુદી જુદી વસ્તુઓથી કરવામાં આવે છે. તેમા કુંડળીના ગ્રહ દોષોની શાંતિ હોય છે. 
 
આ વસ્તુઓમાં કાળા તલનો પણ સમાવેશ છે. 
 
અહી જાણો  કાળા તલના કેટલાક ઉપાય જેનાથી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.  
 
કાળા તલનું દાન કરો. તેનાથી રાહુ-કેતુ અને શનિનો ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. કાલસર્પ યોગ સાઢેસાતી ઢૈય્યા, પિતૃ દોષ વગેરેમાં પણ આ ઉપાય કરી શકાય છે. 
 
એક લોટામાં શુદ્ધ પાણી ભરો અને તેમા કાળા તલ નાખી દો. હવે આ પાણીને શિવલિગ પર ૐ નમ: શિવાય મંત્ર જાપ કરતા ચઢાવો. જળની પાતળી ધાર કરીને ચઢાવો ને મંત્રનો જાપ કરતા રહો. પાણી ચઢાવ્યા પછી ફૂલ અને બિલ્વ પત્ર ચઢાવો. આ ઉપાયથી શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા વધી જાય છે. 
 
કુંડળીમાં શનિ દોષ હોય કે શનિની સાઢેસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિના દોષોની શાંતિ થાય છે.