ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 20 મે 2017 (17:26 IST)

Success અને Health સાથે જોડાયેલ આ ફાયદા માટે ઘરમાં પ્રગટાવો માટીનો દીવો

હિન્દુ પરંપરામાં પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની માન્યતા છે. દીવો એ પાત્ર છે જેમા ઘી કે તેલ મુકીને સૂતમાં જ્યોતિ પ્રજવલ્લિત કરવામાં આવે છે. પારંપારિક રૂપે ફક્ત માટીનો દીવો પ્રગટાવવામાં આવે છે. પણ હવે લોકો ઘરના દીવા પણ પ્રગટાવવા લાગ્યા છે.  દીવો પ્રગટાવવા પાછળ વડીલો તર્ક આપે છે કે તેનાથી ઘરનો અંધકાર દૂર થાય છે. પણ તેને પ્રગટાવવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને ફાયદા છે. 
 
દિવાની વાટ પૂર્વ દિશા તરફ મુકવો જોઈએ. તેના આયુમાં વધારો થાય છે. કોઈ શુભ કાર્ય પહેલા દીવો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી જલ્દી સફળતા મળે છે. 
 
दीपज्योति: परब्रह्म:
दीपज्योति: जनार्दन:
दीपोहरतिमे पापं संध्यादीपं नमोस्तुते…
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति…
 
એયર પ્યૂરીફાયર 
 
દીવાની જ્યોતનો ધુમાડો ઘર માટે એયર પ્યુરીફાયરનુ કામ કરે છે. પણ આ માટે દીવો ઘી કે સરસવના તેલનો લગાવો. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણોને બહાર કાઢે છે. સાથે જ દીવાની તરંગો ઘરમાં રહેલા ઉદાસીનતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. એવુ માનવામાં આવે છે કે તેલના દીવાની અસર દીવો ઓલવાયા પછી પણ અડધો કલાક સુધી વાતાવરણમાં રહે છે. બીજી બાજુ ઘી નો દીવો ઓલવાયા પછી લગભગ ચાર કલાક સુધી આસપાસનું વાતાવરણ સાત્વિક બનાવી રાખે છે.  તેનાથી અસ્થમાના દર્દીઓને ખૂબ ફાયદો પહોંચે છે. 
 
રોગ દૂર ભગાવે - દીવો ઘરની બીમરીઓએન દૂર કરવામાં મદદરૂપ હોય છે. ખાસ કરીને જ્યારે તમે દીવા સાથે જ્યારે એક લવિંગ સળગાવો છો તો તેની ડબલ અસર હોય છે. ઘી માં ચર્મરોગ દૂર કરવાના બધા ગુણ હોય છે. આ કારણે એવુ માનવામાં આવે છે કે ઘી નો દીવો પ્રગટાવવાથી ઘરના રોગ દૂર ભાગે છે.  જેના દ્વારા પ્રદૂષણ દૂર થાય છે.  ઘી નો દીવો પ્રગટાવવાથી  આખા ઘરને ફાયદો થાય છે. ભલે એ ઘરનો કોઈ વ્યક્તિ પૂજામાં સામેલ થાય કે ન થાય. ઉલ્લેખનીય છે કે જ્યારે દીવામાં રહેલ ઘી અગ્નિના સંપર્કમાં આવે છે તો વાતાવરણને પવિત્ર બનાવી દે છે.