ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 8 ઑગસ્ટ 2015 (14:47 IST)

આ એક માન્યતાને કારણે તિરુપતિ બાલાજી પાસે સૌથી વધુ પૈસો છે

અને આ રીતે શ્રીમંત થતા જઈ રહ્યા છે બાલાજી. 
 
શાસ્ત્રો અને પુરાણોમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૌથી મુખ્ય દેવતાના રૂપમાં માન્યતા આપવામાં આવી છે. ઈન્દ્રને દેવતાઓના રાજા માનવામાં આવ્યા છે.  પણ આ દેવતાઓની પાસે એટલુ ધન નથી જેટલુ ફક્ત તિરુમલય પર્વત પર નિવાસ કરનારા શ્રી વેંકટેશ્વર બાલાજીની પાસે છે. 
 
જો ધનના આધાર પર જોવા જઈએ તો વર્તમાનમાં સૌથી ધનવાન ભગવાન બાલાજી છે. એક આંકડા મુજબ બાલાજી મંદિર ટ્રસ્ટના ખજાનામાં 50 હજાર કરોડથી વધુની સંપત્તિ છે. પણ આટલા ધનવાન હોવા પર પણ બાલાજી બધા દેવતાઓથી ગરીબ જ છે. 
 
આગળ ધનવાન થઈને પણ ગરીબ છે બાલાજી 
તમે વિચારી રહ્યા છો કે આટલો પૈસો હોવા પર પણ ભગવાન ગરીબ કેવી રીતે હોઈ શકે છે અને બીજો સવાલ એ પણ તમારા મનમાં ઉઠી શકે છે કે જે સૌની મનોકામના પૂરી કરે છે એ ખુદ ગરીબ કેવી રીતે હોઈ શકે છે. પણ તિરુપતિ બાલાજી વિશે એવી પ્રાચીન કથા છે જેના મુજબ બાલાજી કળયુગના અંત સુધી કર્જમાં રહેશે. બાલાજીની ઉપર જે કર્જ છે એ કર્જને ચુકવવા માટે અહી ભક્ત સોનુ અને કિમંતી ધાતુ  તેમજ ધન દાન કરે છે. 
 
શાસ્ત્રો મુજબ કર્જમાં ડૂબેલ વ્યક્તિ પાસે કેટલુ પણ ધન હોય એ ગરીબ જ હોય છે. આ નિયમ મુજબ એવુ માનવામાં આવે છે કે ધનવાન થઈને પણ ગરીબ છે બાલાજી.  
પ્રાચીન કથા મુજબ એક વાર મહર્ષિ ભૃગુ બૈકુંઠ પધાર્યા અને આવતા જ શેષ શૈય્યા પર યોગનિદ્રામાં સૂતેલા ભગવાન વિષ્ણુની છાતી પર એક લાત મારી. ભગવાન વિષ્ણુએ તરત ભૃગૂના ચરણ પકડી લીધા અને પૂછવા લાગ્યા કે ઋષિવર પગમાં વાગ્યુ તો નહી ને. 
 
ભગવાન વિષ્ણુ આટલુ બોલતા જ  ભૃગુ ઋષિએ બંને હાથ જોડી લીધા અને કહેવા લાગ્યા પ્રભુ તમે જ સૌથી સહનશીલ દેવતા છો. તેથી યજ્ઞ ભાગના મુખ્ય અધિકારી તમે જ છો. પણ દેવી લક્ષ્મીને ભૃગુ ઋષિનો આ વ્યવ્હાર ગમ્યો નહી અને તેઓ વિષ્ણુથી નારાજ થઈ ગયા. નારાજગી આ વાતથી હતી કે ભગવાનને ભૃગ ઋષિને દંડ કેમ ન કર્યો. 

નારાજગીમાં દેવી લક્ષ્મી બૈકુંઠ છોડીને જતી રહી. ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને શોધવાનું શરૂ કર્યુ તો જાણ થઈ કે દેવીએ પૃથ્વી પર પદ્માવતી નામની કન્યાના રૂપમાં જન્મ લીધો છે. ભગવાન વિષ્ણુએ ત્યારે પોતાનુ રૂપ બદલ્યુ અને પહોંચી ગયા પદ્માવતીની પાસે. ભગવાને પદ્માવતીની સામે વિવાહનો પ્રસ્તાવ મુક્યો જેને દેવીએ સ્વીકારી લીધો. પણ પ્રશ્ન સામે એ આવ્યો કે વિવાહ માટે ધન ક્યાથી આવશે. 
 
વિષ્ણુજીએ સમસ્યાનુ સમાધાન કાઢવા માટે ભગવાન શિવ અને બ્રહ્માજીને સાક્ષી મુકીને કુબેર પાસેથી ધન કર્જ લીધુ. આ કર્જથી 
ભગવાન વિષ્ણુના વેંકટેશ રૂપ અને દેવી લક્ષ્મીના અંશ પદ્મવતીએ વિવાહ કર્યો. કુબેરે કર્જ લેતી વખતે ભગવાનને વચન આપ્યુ હતુ કે કળયુગના અંત સુધી તે પોતાનું બધુ કર્જ ચુકવી દેશે. કર્જ સમાપ્ત થતા સુધી તેઓ વ્યાજ ચુકવતા રહેશે. ભગવાન કર્જમાં ડૂબ્યા હોવાની આ માન્યતાને કારણે મોટી માત્રામાં ભક્ત ધન-દૌલત ભેટ કરે છે. જેથી ભગવાન કર્જ મુક્ત થઈ જાય. 
 
ભક્તો તરફથી મળેલ દાનને કારણે આજે અહી મંદિર લગભગ 50 હજાર કરોડની સંપત્તિનુ માલિક બની ચુક્યુ છે.