શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 24 માર્ચ 2015 (13:16 IST)

નવરાત્રિમાં હનુમાનજીની આ પૂજાથી મનપસંદ વરદાન મળે છે

હનુમાનજીની સાઘનાના અનેક રૂપ અને પાઠ છે. જાણો શાના દ્વારા શુ ફળ મળે છે.  આમ તો હનુમાનજી ભગવાન મહાદેવની જ જેમ માત્ર રામ નામ જપવાથી પ્રસન્ન થઈ જાય છે. છતા પણ શાસ્ત્રોમાં તેમની ઉપાસનાની કેટલીક વિશેષ પદ્ધતિયો આપવામાં આવી  છે.  જેનુ પાલન કરવાથી હનુમાનજીના દર્શન કરવાની સાથે સાથે મનગમતુ વરદાન પણ મળે છે. 
1. હનુમાનજી કળયુગમાં પણ સાક્ષાત ભગવાન બતાવાયા છે.  તેથી કહેવાય છે કે તેમની પૂજા, ઉપાસના, મંત્ર અને પાઠ કરવાથી જુદુ જુદુ ફળ મળે છે અને કષ્ટ દૂર થાય છે. 
 
2. હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. એવુ કહેવાય છે કે હનુમાન ચાલિસાનો પાઠ કરનારા ભક્તને કોઈ બંધક નથી બનાવી શકતુ અને તેને ક્યારેય જેલ જવાનો વારો નથી આવતો.  જો ભૂલ થતા જેલ થવાની સ્થિતિ ઉભી થાય તો દોષી વ્યક્તિ જો 108 વાર હનુમાન ચાલીસાના પાઠ કરે અને એ સંકલ્પ કરે કે ભવિષ્યમા ક્યારેય આવી ભૂલ નહી કરે તો હનુમાનજીની  કૃપા રહેવાથી સંકટ દૂર થાય છે. જેલમાંથી મુક્તિ મળી જાય છે.  
 
3. હનુમાનજીનો એક પાઠ તેમના ભક્તોને શત્રુઓથી મુક્તિ અપાવે છે અને શત્રુઓને દંડિત પણ કરે છે. જો એકચિત્ત થઈને વિધિપૂર્વક બજરંગ બાણ નો પાઠ કરવાથી વ્યક્તિને તેના શત્રુઓથી મુકિત મળે છે.  જો કે બજરંગબલી એવા જ ભક્તોની મદદ કરે છે જે  ખરેખર બુરાઈથી દૂર રહીને સત્યના માર્ગ પર ચાલે છે. 
 
4. હનુમાનજીની ઉપાસનાથી નિરોગી કાયાને આશાર્વાદ મળે છે. આ માટે સૌથી સટીક પાઠ છે હનુમાન બાહુક નો. વિધાન છે કે શુદ્ધ જળનુ વાસણ સામે મુકીને 26 અથવા 21 દિવસો સુધી રોજ કરવાથી કંઠ રોગ, ગઠિયા. વાત સાંધાનો દુખાવો જેવા રોગોથી મુક્તિ મળે છે. ધ્યાન રાખો કે શુદ્ધ જળને રોજ પાઠ કર્યા પછી પી લો અને રોજ પાત્રને શુદ્ધ જળથી ભરો.  
 
5. જો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. પરિસ્થિતિયો  વિપરિત હોય કામ ન બની રહ્યુ હોય તો આવા સમયે સુંદરકાંડ સૌથી અચૂક ઉપાય છે. એવુ કહેવાય છે કે સુંદરકાંડ અધ્યાયમાં હનુમાનજીની વિજયગાથા છે અને આ રીતથી તેનો પાઠ કરનારા વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી જાય છે.  
 
6. અનેક લોકોને બાળપણથી ભૂત-પ્રેત અને અંધારાથી ભય લાગે છે. આવા લોકો હનુમાનજીના એક મંત્ર દ્વારા ચમત્કારિક ફેરફાર કરે છે. હનુમાનજીનો આ મંત્ર છે 'હં હનુમંતે નમ :'. આ મંત્રનો જાપ સૂતા પહેલા કરવો જોઈએ. મંત્ર જાપ પહેલા આખુ શરીર પાણીથી ધોઈ લેવુ જોઈએ. આ મંત્રના નિયમિત જાપથી ભય આપમેળે જ દૂર થવા માંડે છે અને વ્યક્તિ નિર્ભય બની જાય છે. 
 
7. ઘરમાં સુખ શાંતિનો સંચાર કરવા માટે પણ હનુમાનજીનો એક ઉપાય કરવામાં આવી શકે છે. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં ગોળ ચણાનો પ્રસાદ ચઢાવો. રોજ ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. 21 દિવસ પછી મંદિરમાં હનુમાનજીનો ચોલો ચઢાવો. 
 
8. હનુમાનજીનો સાબર મંત્ર એક એવો મંત્ર છે જે ભક્તને સીધા તેની પીડા તેમના સુધી પહોંચાડે છે અને શીઘ્ર સમાધાન થાય છે. ધ્યાન રહેકે આ મંત્રનો પ્રયોગ એ જ લોકો કરે જે ખાવા પીવાની અશુદ્ધતા અને અન્ય બુરાઈયોથી પરે હોય. હનુમાનજીના શાબર મંત્રના અનેક પ્રકાર છે જે જુદા જુદા કાર્યો માટે છે. તેથી મંત્ર અને વિધિ-વિધાન કોઈ માહિતગારને પૂછી કરી જ શરૂ કરો.  
 
9. જ્યોતિષશાસ્ત્ર મુજબ હનુમાનજીને ઈષ્ટ માનનારા ભક્તોએ રોજ તેમની પૂજા ઉપાસના અને પાઠ કરવો જોઈએ  જો કોઈ કારણથી તેમને સમય ન મળતો હોય તો હનુમાનજીના એક મંત્રનો જાપ 11 વાર કરવો જોઈએ. આ મંત્ર છે 'ૐ હનુમતે નમ' આ મંત્રના જાપથી પાઠ નહી કરવાની કમી પુર્ણ થાય છે.  સાથે જ બગડેલા કામ બની જાય છે. 
 
10. રોગોથી બચાવા માટે હનુમાનજીનો એક વધુ મંત્ર સિદ્ધ માનવામાં આવ્યો છે. આ મંત્ર છે નાસૈ રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમત બીરા.