શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

તુલસીના આ 3 ઉપાયથી ઘરમાં આટલું પૈસો આવશે કે તમારી સાત પેઢી રાજ કરશે

તુલસીના આ 3 ઉપાયથી ઘરમાં આટલું પૈસો આવશે કે તમારી સાત પેઢી રાજ કરશે 
 
તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે જ થઈ જાય છે એજ રીતે  જેમ કાળા ધતુરામાં પણ ભગવાન શિવનો વાસ છે. એટલે કે કાળો ઘતુરો ભગવાન શિવનુ રૂપ છે.   
 
તુલસીની વાત કરીએ તો તુલસીના જડમાં ભગવાન  બ્રહ્માનો વાસ છે તેથી જો તમે તુલસીના આ ઉપાય કરશો તો તમારા પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા થવાથી તમને તુલસીના આ 3 ઉપાયોના અચૂક ફાયદા જોવા મળશે. 
 
- તમે ભગવાનને જ્યારે પણ ભોગ લગાવો ત્યારે તેમા તુલસીના પાન જરૂર મુકો. કારણ કે તુલસીના પાન ભોજનને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. તમે જોયુ હશે કે જ્યારે પણ ગ્રહણ પડવાનુ  હોય ત્યારે જો તમારા ઘરમાં કોઈ ભોજન કે કોઈ ખાવાની વસ્તુ કે પાણી બચ્યુ હોય તો આપ કે આપના વડીલો તેમા તુલસીના પાન નાખી દે છે. તુલસીના પત્તા પવિત્ર હોવાથી જે વસ્તુમાં તુલસીના પાન મુકવામાં આવે છે તેના પર ગ્રહણના દુષ્પ્રભાવ પડતા નથી. 
 
- શાસ્ત્રોની વાત કરીએ તો શાસ્ત્રો મુજબ માણસના મૃત્યુ પછી કે તેના મૃત્યુના સમયે મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે છે. એવી માન્યતા છે કે જો મૃત્યુ પામેલા વ્યક્તિના મોઢામાં તુલસીના પાન નાખવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
- જો તમને એવુ લાગે કે તમારા લાખો પ્રયાસ છતા પણ તમારા વેપારમાં ઉન્નતિ નથી થઈ રહી કે સફળતા નથી મળી રહી તો તમે ફક્ત ગુરૂવારે આ એક ઉપાય કરો 
 
-  જો તમે ગુરૂવારે ન કરી શકતા હોય તો કોઈ શુભ દિવસે શુભ મુહુર્તમાં આ ઉપાય કરી શકો છો. આ માટે તમને કાળી તુલસી જોઈશે જેને શ્યામા તુલસી કહે છે એ લો અને તેને ખરપતવાર સહિત પીળા કપડામાં બાંધીને તેને તમારા બિઝનેસ સ્થળ એટલે કે દુકાનમાં ગમે ત્યા મુકશો તો તમારા વેપારમાં ગતિ પ્રગતિ થશે.  
 
તુલસી પવિત્ર હોય છે તેથી તુલસી તોડતી વખતે તેની આસપાસ જે ઘાસ ઉગી જાય છે પણ પવિત્ર કહેવાય છે તેથી તેને તુલસી સાથે પીળા કપડામાં બાંધવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. 
 
- દર રવિવારે તુલસીની જડમાં જળ ચઢાવો અને જળ ચઢાવતી વખતે જળમાં થોડુ ગંગાજળ જરૂર મિક્સ કરો.  જળ ચઢાવતી વખતે ૐ તુલસેય નમ નો જાપ કરો. જો તમને જળ ચઢાવતે વખતે કોઈ સુહાગન દેખાય જાય તો તેને તિલક લગાવો અને તુલસીને તિલક લગાવો. અને તુલસીની પૂજા કરો. સુહાગન સાક્ષાત લક્ષ્મીનુ રૂપ છે. 
 
- જો તમારા ઘરમાં તમારુ બાળક તમારી કોઈ વાત ન માનતુ હોય તો તુલસીના ત્રણ પાન લો. આ પાન તમે રવિવાર અને અગિયાર છોડીને ક્યારેય પણ તોડી શકો છો.  તુલસીના આ પાન તમારે સતત તમારા બાળકને જે તમારી વાત નથી માનતુ કે તમારા કહ્યામાં નથી તેને ખવડાવવાના છે.  થોડાક જ સમય પછી તમને સંતાનના વ્યવ્હારમાં સુધાર જોવા મળશે. તુલસીનો કોઈપણ ઉપાય કરતા પહેલા એ વાતનુ ધ્યાન રાખો કે તુલસીનો છોડ તમારા ઘરમાં હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશામાં ન હોય તો આ ઉપાય કરવાના એક દિવસ પહેલા જ તેને પૂર્વ દિશામાં મુકી દો.   
 
 
-જો તમારા ઘરમાં કે તમારા કોઈ પરિચિતના ઘરમાં કોઈ કન્યા છે જેનુ લગ્ન નથી થઈ રહ્યુ તો તેમણે તુલસીનો છોડ ઘરના દક્ષિણ-પૂર્વમાં મુકીને એ તુલસીના છોડની એ કન્યા દ્વારા નિયમિત પૂજા કરાવવી. આવુ કરવાથી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ જશે. 
 
- તુલસીનો છોડ ઘરમાં મુકવાથી ઘરના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.  જો તમે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો છો તો તુલસીનો નવો છોડ ખરીદીને દેવતાનુ ચિત્ર અને ગૌમૂત્ર નો પ્રવેશ સૌ પહેલા કરાવવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં સાંમજસ્યનુ વાતાવરણ કાયમ રહે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી. 
 
તો મિત્રો આ હતા તુલસીના કેટલાક અચૂક ઉપાય.. જો આપને અમારો વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી.