શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (15:12 IST)

દશેરા/વિજયાદશમી પર કરેલો આ પ્રયોગ ક્યારેય નિષ્ફળ નથી જતો, ભરી લો તમારી તિજોરી

દશેરા શક્તિ પૂજનનો દિવસ છે. પ્રાચીન શાસ્ત્રીય પરંપરા મુજબ આજ સુધી ક્ષત્રિય-ક્ષત્રપોનું અહી શક્તિ પૂજનના રૂપમાં અસ્ત્ર-શસ્ત્રોનુ અર્ચન-પૂજન થાય છે. બધા કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરનારો આ દશેરાનો તહેવાર છે. જે બધા મનવાંછિત ફળ પ્રદાન કરે છે. 
 
અશ્વિન મહિનાના શુક્લ પક્ષમાં દશમી તિથિને વિજયા કહે છે. જે બધા કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરે છે. તેથી આ દિવસે શરૂ કરવામાં આવેલ કોઈપણ કાર્ય ચોક્કસ જ સિદ્ધિ પ્રદાન કરનારુ છે. સાંસારિક પરેશાનીઓ દૂર કરવા માટે આ દિવસે કરવામાં આવેલ પ્રયોગ ક્યારેય નિષ્ફળ થતા નથી.  કોઈને કોઈ પ્રકારનુ નુકશાન થતુ નથી. 
 
 
- વિજયા દશમી પર યાત્રા ખૂબ શ્રેયસ્કર હોય છે. નાનકડી જ ભલે પણ આ દિવસે યાત્રા જરૂર કરો. 
- શમીના ઝાડનુ પૂજન કરી તેના પાન તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી આવતી નથી. 
- દશેરાના દિવસે ઘટ સ્થાપનાવાળુ કળશ થોડીવાર માટે માથા પર મુકવાથી ભગવતી દેવીનો આશીર્વાદ મળે છે. 
- વૈભવ સંપન્નતા અને સૌભાગ્ય માટે સ્વચ્છ કપડાને પાણીમાં પલાળીને સારી રીતે નિચોડીને માતાના ચરણ લૂંછો પછી એ વસ્ત્રને તમારા ઘર અથવા દુકાનની તિજોરીમાં મુકો. 
- ધનનો અભાવ સદા માટે સમાપ્ત કરવા માટે દસ વર્ષથી નાની વયની કન્યાઓને તેની પ્રિય વસ્તુ ભેટ કરો. પછી તેમના હાથથે પૈસા કે રૂપિયા અથવા દુકાનની તિજોરીમાં મુકાવડાવો. 
- મંદિરમાં જઈને માતા દુર્ગાના ચરણોમાં લાગેલ સિંદૂરની ટીકા કરો. સુહાગન મહિલાઓ પોતાની માંગ પણ ભરે. ચપટીભર સિંદૂર ઘરે લાવીને મુકો વૈભવ.. સંપન્નતા અને સમૃદ્ધિ બની રહે છે. 
- માનવામાં આવે છેકે નીલકંઠ પક્ષીના દર્શન દશેરાના દિવસે થવાથી આખુ વર્ષ ખુશી અને પ્રગતિ સાથે સાથે રહે છે.  ભગવાન રામે પણ આ પક્ષીના દર્શન પછી રાવણનો વધ કર્યો હતો. 
- રાવન દહન પછી બળેલી લાકડીના ટુકડાને ઘરે લાવીને સાચવી રાખો. તેનાથી ઉપરી અવરોધો, ચોરીની શક્યતા અને નજરદોષથી બચાવ થાય છે.