ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 3 જુલાઈ 2016 (12:24 IST)

સોમવતી અમાવસ્યા પર શિવ આકાશમાંથી અમૃત વરસાવશે

શાસ્ત્રો મુજબ સોમવતી અમાવસ્યાના રોજ પુષ્ય કાળ મુહુર્ત માનવામાં આવ્ય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અમાવસ્યાના દિવસે ચંદ્રમાની આકાશમાં ગેરહાજરી રહે છે. પણ આકાશમંડળમાં અવસ્થિત પિંડો અને વાયુમંડળ દ્વારા સંપૂર્ણ વર્ષમાં અવશોષિત ચંદ્રમાંના અમૃત અર્થાત સોમાંશને સોમવતી અમાવસ્યાના દિવસે પૃથ્વી પર અત્યાધિક માત્રામાં વિચ્છિન્ન કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના ખગોળ સ્કંદ મુજબ ચંદ્રમાં પોતાની સંપૂર્ણ શક્તિ સૂર્યથી જ અવશોષિત કરે છે અને ચંદ્રમાં જ પૃથ્વી પર અવસ્થિત સંપૂર્ણ જળ તત્વ પર પોતાનુ અધિપત્ય ધરાવે છે. વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ માનવની શારીરિક સંરચના 80% જળ તત્વથી નિર્મિત છે અને ચંદ્રમાને જળ અને મનનુ કારક માનવામાં આવ્યુ છે સાથે જ સોમાંશને પ્રાપ્ત કરવાનુ સાધન પણ જળ જ છે.  
 
આ કારણે જ સોમવતી અમાવસ્યા પર સ્નાન. દાનધર્મ અને પૂજા ઉપાસનાને પુષ્યકાળ ફળદાયી માનવામાં આવે છે. શિવપુરાણમાં ભગવાન શંકરે દેવી પાર્વતીને સમજાવતા સોમવતી અમાસના ભેદનો ઉલ્લેખ કર્યો છે. શબ્દ સોમવતી બે શબ્દોથી મળીને બની છે - સોમ અને વતી. સોમ નો અર્થ છે અમૃત અને વતીનો અત્ર છે પ્રદાતા. આ જ રીતે અમાવસ્યા બે શબ્દોથી બની છે અમા અને વસ્યા. અમાનો અર્થ છે એકત્રિકરણ અને વસ્યાનો અર્થ છે વાસરે અર્થાત વાસ. માન્યતામુજબ સોમવતી અમાવસ્ત્યા મોટા ભાગ્યથી પડે છે. પાંડવ તરસતા રહ્યા પણ તેમના જીવન કાળમાં સોમવતી અમાવસ્યા ક્યારેય ન પડી.  અર્થાત સોમવતી અમાવસ્યાને વિશિષ્ટ દિવસ જે દિવસે સર્વ દૈવીય શક્તિયો એક સાથે વાસ કરીને અમૃતને પ્રદાન કરે છે. વર્ષ 2015માં અર્થાત સંવત 2072માં ત્રણ સોમવતી અમાવસ્યા આવશે. 
 
પહેલા આજે 18 મે 2015 બીજી 12 ઓક્ટોબર 2015 અને ત્રીજી આઠ ફેબ્રુઆરી 2016ના રોજ થશે. શુ કરે સોમવતી અમાવસ્યાના દિવસે શાસ્ત્રોમુજબ સોમવતી અમાવસ્યના દિવસે પીપળની છાયા દ્વારા સ્પર્શ કરવાથી અને પ્રદક્ષિણા કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને અક્ષય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને આયુમાં વધારો થાય છે. પીપળના પૂજનમાં દૂધ, દહીં, મિષ્ઠાન્ન, ફળ, ફૂલ, જનેઉ, જોડુ ચઢાવવા અને દીવો બતાડવાથી ભક્તોની બધી મનોકામનાઓ પુર્ણ થાય છે.  આ દિવસે પરણેલી સ્ત્રી દ્વારા પીપળના વૃક્ષને દૂધ, જળ, પુષ્પ, અક્ષત, ચંદન વગેરેથી પૂજા અને વૃક્ષની ચારે બાજુ 108 વાર સૂત લપેટીને પરિક્રમા કરવાનુ વિધાન છે.   
 
આ દિવસે જે સ્ત્રી મંગળાગૌરી પર સિંદૂર ચઢાવીને પોતાની સેંથી ભરે છે. તે અખંડ સૌભાવ્યવતી કાયમ રહે છે.  આજના દિવસે દાન કરવાથી પારિવારિક સમૃદ્ધિની સાથે સાથે જીવનમાં શુભ્રતા આવે છે.

 કાલસર્પ દોષનું  નિદાન : કાલસર્પ દોષના નિદાન હેતુ સોમવતી અમાવસ્યાના દિવસે લઘુ રૂપમાં ચાંદી નિર્મિત નાગ-નાગિનની વિધિપૂર્વ પૂજા કરીને તેમને નદી અથવા કોઈ પ્રાકૃતિક જળ સ્ત્રોત્રમાં પ્રવાહિત કરો. ત્યારબાદ શિવલિંગની વિધિવત ષોડશોપચાર પૂજા કરો.  શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવો. પીપળ પર મીઠુ જળ ચઢાવીને તેની પરિક્રમા કરો. ધૂપ દીપ પ્રગટાવો. બ્રાહ્મણોને યથા શક્તિ દાન દક્ષિણા આપીને તેમનો આશીર્વાદ મેળવે તો તેમને કાલસર્પ દોષમાંથી છુટકારો મળી શકે છે.