શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 28 મે 2016 (15:54 IST)

તમે જાણો છો સ્ત્રીઓ નારિયળ કેમ નથી ફોડતી ?

પ્રાચીન સમયથી જ નારિયળ સંબંધિત અનેક પ્રકારની પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓમાંથી જ એક અનિવાર્ય પરંપરા એ છે કે સ્ત્રીઓ નારિયળ નથી ફોડતી. સામાન્ય રીતે એવું સ્ત્રીઓ દ્વારા નારિયળ ફોડવાનું અપશુકન માનવામાં આવે છે. પૂજાના કાર્યમાં નારિયળનુ પોતાનુ એક જુદુ જ સ્થાન છે. કોઈપણ દેવી દેવતાની પૂજા નારિયળ વગર અધૂરી છે.  જો ભગવાનને નારિયળ ચઢાવવામાં આવે તો ધન સંબંધી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તમે મોટાભાગે મંદિરોમાં જોયુ હશે કે નારિયળને પંડિતજી કે કોઈ પુરૂષ જ વધેરે છે.

 મહિલાઓને નારિયળ ફોડવાનો અધિકાર હિંદૂ ધર્મમાં નથી આપવામાં આવ્યો. શુ તમારા મનમાં પણ ક્યારેક આવો પ્રશ્ન ઉઠ્યો છે કે જ્યારે આપણે મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપીએ છી તો તેમની પાસેથી નારિયળ ફોડવાનો અધિકાર કેમ છીનવી લઈએ છીએ ? જેની પાછળ પણ રહસ્ય છે. આવો જાણીએ તેના વિશે.. નારિયળ પાછળ પણ એક કથા છિપી છે. તે એ કે બ્રહ્મા ઋષિ વિશ્વામિત્રએ વિશ્વનુ નિર્માણ કરતા પહેલા નારિયળનુ નિર્માણ કર્યુ હતુ. એ માનવનુ પ્રતિરૂપ માનવામાં આવ્યુ હતુ. નારિયળએન બીજ રૂપ માનવામાં આવે છે. જે પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલ છે. સ્ત્રીઓ બીજ રૂપથી જ બાળકને જન્મ આપે છે અને તેથી નારી માટે બીજ રૂપી નારિયળને ફોડવુ અશુભ માનવામાં આવ્યુ છે. દેવી-દેવતાઓને શ્રીફળ ચઢાવ્યા પછી પુરૂષ જ તેને ફોડે છે. તેના વિશે ન તો કોઈ ગ્રંથમાં લખવામાં આવ્યુ છે કે ન તો દેવી-દેવતાઓએઆ અંગે કોઈ સલાહ આપી છે.  આ બધુ સામાજીક માન્યતાઓ અને વિશ્વાસને કારણે વર્ષોથી આપણા રીતિ-રિવાજનો એક ભાગ બનેલ છે.