ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: જયપુર. , સોમવાર, 25 ઑગસ્ટ 2014 (17:26 IST)

આ 5 કારણોથી સાંઈ બાબાને ભગવાન નથી માનતા શંકરાચાર્ય

શિરડીના સાઈ બાબાને ઈશ્વર માનવામાં આવે કે નહી. તેના પર શાસ્ત્રાર્થ માટે છત્તીસગઢના કવર્ધામાં ધર્મ સંસદ ચાલી રહી છે. ધર્મ સંસદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ બોલાવી છે. શંકરાચાર્યએ સાઈને ઈશ્વર માનવાની ના પાડી દીધી હતી. તેમનુ કહેવુ છે કે સાઈ સામાન્ય માણસ હતા. ઈશ્વર નહોતા. શંકરાચાર્યએ સાઈ પૂજાને હિન્દુ ધર્મ વહેંચવાનુ ષડયંત્ર ગણાવ્યુ હતુ. શંકરાચાર્યના આ નિવેદનો પછી વિવાદ ઉભો થયો હતો.  
 
મુસ્લિમ હતા સાંઈ બાબા 
 
શંકરાચાર્યનુ કહેવુ છે કે સાઈ મુસ્લિમ હતા. સાઈ ખુદને મુસ્લિમ માનતા હતા. તેમણે પવિત્ર ગંગા નદીમાં ડુબકી લગાવવાની ના પાડી દીએધી હતી.  સાંઈએ પોતાના ભક્તોને પણ ગંગામાં સ્નન કરવાની ના પાડી હતી. જ્યાઅરે સાઈ ખુદને મુસ્લિમ માનતા હતા તો તેમના અનુયાયી સાઈની મૂર્તિ સાથે ગંગામાં કેમ ડુબકી લગાવે છે ?  સાઈ મુસ્લિમ ફકીર હતા તેથી તેમની તુલના હિંદુ દેવતા સાથે નથી કરી શકાતી અને તેમની પૂજા પણ નથી કરી શકાતી.  સાઈ બાબાની મૂર્તિઓ હિન્દુ મંદિરોમાં કેમ લગાવવામાં આવે છે ? 
 
વિષ્ણુનો અવતાર નથી સાંઈ 
 
શંકરાચાર્યનુ કહેવુ છે કે સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુના 24 અવતાર બતાવાયા છે. કળયુગમાં કલ્કિ અને બુદ્ધ ઉપરાંત કોઈ અવતારનો ઉલ્લેખ નથી. તેથી સાંઈ અવતાર નથી હોઈ શકતા.  અમે ફક્ત પાંચ ઈશ્વર માનીએ છીએ. કોઈપણ ખુદને ઈશ્વર બતાવવાનો દાવો કરે તો અમને સ્વીકાર્ય નથી. 
 
હિન્દુ ધર્મ વહેંચવાનુ ષડયંત્ર છે સાંઈની પૂજા 
 
શંકરાચાર્યનુ કહેવુ છે કે સાંઈની પૂજા હિન્દુ ધર્મને વહેંચવાનુ ષડયંત્ર છે. આ વિદેશી સંગઠનોનું ષડયંત્ર છે જે પૈસા બનાવી રહ્યુ છે. તેઓ નથી ઈચ્છતા કે હિન્દુ સમુહ એક થાય.  
 
હિન્દુ મુસ્લિમ એકતાનુ પ્રતિક નથી સાંઈ 
 
શંકરાચાર્યએ સાંઈને હિદુ-મુસ્લિમ એકતાનુ પ્રતિક માનવાથી પણ ઈંકાર કરી દીધો હતો. શંકરાચાર્યએ કહ્યુ હતુ કે જો સાઈ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક હોત તો તેમને મુસલમાન પણ માનતા પણ એવુ નથી. 
 
માંસ ખાતા હતા સાંઈ 
 
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનુ કહેવુ છે કે સાંઈને ગુરૂ નથી માની શકાતા. કારણ કે તે માંસનુ સેવન કરતા હતા. સાંઈએ મુસલમાની પ્રેકટિસની વકાલાત કરી હતી. જે વ્યક્તિ માસનુ સેવન કરતો હોય અને અલ્લાહની ઈબાદત કરતો હોય એવો વ્યક્તિ ક્યારેય હિન્દુ ઈશ્વર નથી હોઈ શકતો.