શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (14:27 IST)

આ શિવ મંદિરમાં માત્ર અગિયાર રૂપિયામાં મળે છે પાપમુક્તિનું સર્ટિફિકેટ

ગૌતમેશવર મહાદેવ પપામોચન મંદિરમાં લોકોને પાપમુક્ત થવાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. 
 
આમ તો કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી માણસના બધા પાપ ધોવાઈ જાય છે . પણ પ્રાચીન શાસ્ત્રોમાં પાપ ધોવા માટે માત્ર સારા કર્મ કરવાની જ સલાહ આપવામાં આવે  છે. 
માં ગંગાની જ જેમ  રાજસ્થાનના એક પ્રસિદ્ધ શિવમંદિરમાં પણ કંઈક આવી જ માન્યતા છે. અહીં ગૌતમેશવર મહાદેવ પપામોચન મંદિરમાં લોકોને પાપમુકત થવાનું સર્ટિફિકેટ અપાય છે. પાપમુક્ત થવા માટે અહીં માત્ર કુંડમાં ડુબકી લગાવવાની હોય છે અને 11 રૂપિયા મંદિરમાં ચઢાવવાથી તમને પાપમુક્તિનું સર્ટિફિકેટ મળી જાય છે. 
રાજસ્થાનના પ્રતાપગઢ જિલામાં આવેલ આ શિવ મંદિરને આદિવાસીઓનું  હરિદ્વાર પણ કહેવાય છે. સ્થાનીય આદિવાસીઓમાં માન્યતા છે કે અહીં સ્નાનથી માણસના પાછલા બધા જન્મોના પાપ ધોવાય જાય છે. 
ગૌતમ ઋષિ સાથે સંકળાયેલો ઈતિહાસ 
 
પ્રચલિત માન્યતાઓ મુજબ એક વાર ગૌતમ ઋષિએ  અજાણે એક જીવની હત્યા કરી નાખી. એ પછી તેમણે  પ્રાયશ્ચિત કરવા માટે કડક તપસ્યા કરી અને અહીંના સરોવરમાં સ્નાન કર્યુ. આથી એ જીવહત્યાના પાપથી  મુક્ત થઈ ગયા.  ત્યારપછીથી અહી કુંડમાં સ્નાન કરવાની પરંપરા  શરૂ થઈ. અહીં મેળો પણ ભરાય છે કે જેમાં લાખો શ્રદ્ધાળું દર્શન કરવા અને પાપથી  મુક્તિ મેળવવા આવે છે.