શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

આટલા ઉપાયો આજથી જ શરૂ કરી દો..નારાજ થયેલ સુખ અને લક્ષ્મી પરત આવશે

- ધનના સ્થાયી સંચય માટે પાકા ઘડાને લાલ રંગથી રંગીને તેના મોઢા પર નાડાછડી બાંધીને તેના પર જટાદાર નારિયળ મુકીને તેને વહેતા પાણીમાં ધનતેરસના દિવસે પ્રવાહિત કરી દો. 
 
- શ્રીફળને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીફળ જ્યા હોય છે ત્યા લક્ષ્મીજીની ભરપૂર કૃપા રહે છે. 
 
- તમારી પહેરેલી કોઈ ચંપલ કે ચામડાનો સામાન કોઈ ગરીબને દાન કરી દો. 
 
- રાહુની મહાદશા શરૂ થતા વ્યક્તિને તુલા દાન (ઘઉંનો લોટ બાંધીને) માછલી અને કાચબાને ખવડાવો તો રાહુ શાંત થાય છે 
 
- સાથે જ રોજ કાગડા, ગાય અને કૂતરાને તમારા થાળીમાંથી થોડો ભાગ અથવા એક બે રોટલી આપો. 
 
- શુદ્ધ ઘી થી સેકેલો લોટ જેમા ખાંડ મિક્સ હોય, બનાવીને જંગલી કીડીઓના બિલ પર નાખો 
 
- વહેલી સવારે કાળા કાગડાને અનાજ આપવાથી ક્રૂર ગ્રહો શનિ રાહુ મંગલ નુ અશુભ ફળ ઓછી થઈ જાય છે. 
 
- શ્રીફળને લાલ વસ્ત્રમાં કંકુ દેશી કપૂર અને લવિંગ સાથે બાંધીને લક્ષ્મી મંત્રની એક માળા કરીને ઘન સ્થાન પર મુકી દો. તમારા ઘરમાં બરકત કાયમ રહેશે. 
 
- ત્રણ વસ્તુઓને સદા વશમાં રાખો - મન-ઉપસ્થ ઈન્દ્રિય અને જીભ 
 
- જો તમારી દુકાનને નજર લાગી હોય ઓત આખી ફિટકરીને લઈને 31 વાર ઉતારો. ત્યારબાદ ચાર રસ્તા પર ઉભા રહીને ઉત્તર દિશામાં ફેંકી દો. 
 
- કર્જ મુક્તિ માટે સ્મશાનના કુવાનુ પાણી લાવીને તેને દીવાળીની રાત્રે પીપળની જડમાં નાખી દો. 
 
- કબૂતરોને ચોખા અને બાજરીનુ મિશ્રણ ખવડાવવાથી સમાજમાં માન અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે. 
 
- એક મુઠ્ઠી બાસમતી(શુદ્ધ) ચોખા સવારે બ્રહ્મ મુહુર્તમાં વહેતા પાણીમાં પ્રવાહિત કરો. 
 
- મહાલક્ષ્મીને રોજ સવાર સાંજ શીરાનો પ્રસાદ ધરાવીને પ્રસાદના રૂપમાં વહેંચી દો. 
 
- જો કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ છે તો શુક્લ પક્ષના સોમવારે કે શુક્રવારે ઠંડા ચોખા દેડકાના મોઢામાં નાખીને તેને નદી કે તળાવમાં છોડી દો. આ પ્રયોગ 12 વાર કરો 
 
લાબ થશે. 
 
- અશુભ બૃહસ્પતિનો ઉપાય કરવા માટે 4 કિલો લીલી ઘાસ કાપેલી,ગોળના ડલ્લા સાથે બહાર ક્યાક ફરી રહેલી ગાયને ખવડાવો.  
 
- અશુભ બુધના ઉપાય માટે પોપટને વેચનારા પાસેથી પિંજરુ ખરીદીને પોપટને મુક્ત કરી દો અને પિંજરુ તોડીને ક્યાય દબાવી દો. 
 
- વેપારમાં સતત ખોટ આવતી હોય તો તમારા વજન જેટલા કાચા કોલસા દરિયામાં વહાવી દો. 
 
- જો છોકરો કહેવાનુ ન માનતો હોય કે તેનો અભ્યાસમાં મન ન લાગતુ હોય તો તેના ગળામાં તાંબાનો ટુકડો બાંધવાથી લાભ થાય છે. 
 
- જો બાળકો ન થતા હોય તો સાસરિવાળા પાસેથી મળેલ પલંગ સૂવા માટે જરૂર વાપરો. 
 
- જો બનતા કામમાં અવરોધ આવતો  હોય કે પ્રમોશન અટકી જાય તો આઠ કિલો આખા મગ દરિયામાં વહેવડાવી દો અથવા લંગરમાં આપવામાં આવે. 
 
-મંગળવારે શુદ્ધ ઘી અથવા ચમેલીના તેલમાં નારંગી સિંદૂર મિક્સ કરીને પીપળના વૃક્ષ નીચે સ્થાપિત હનુમાનજીની મૂર્તિને શ્રદ્ધાભાવથી લેપ કરવો જોઈએ. પછી લાલ રંગના વસ્ત્રથી બનેલ લંગોટ હનુમાનજીને બાંધો. પછી 5, 7, 11 બેસનના લાડુઓનો ભોગ લગાવો. 
 
- જો પુત્રનુ ચાલ ચલન શુભ ન હોય તો મંદિરમાં ઢાબળાનું દાન કરો. 
 
- તંત્ર પ્રયોગ દૂર કરવા માટે ચાર ગોમતી ચક્રો પર શત્રુનુ નામ લખીને જમીનમાં દાટી દો.