ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (12:46 IST)

કેવી છે આ આસ્થા ? અંધશ્રદ્ધાનો આ વીડિયો જોઈ તમે ધ્રુજી જશો..

મધ્યપ્રદેશની સીમા સાથે અડેલ ગુજરાતનુ એક ગામ. એક વ્યક્તિ સંગીતની ધૂન પર નાચી રહ્યુ છે. આ વ્યક્તિએ પુરૂષના કપડા તો પહેર્યા છે પણ ઉપરથી સાડી પણ લપેટી રાખી છે. તેને તાંત્રિક કહો કે બાબા કે પછી બીજુ કંઈ. આ વિચિત્ર રીતે બાળકોની બીમારીઓ દૂર કરવાનો દાવો કરે છે. 


 
તેના હાથમાં એક નવજાત બાળક ઝૂલી રહ્યુ છે. જેને તે ખૂબ જ નિર્દયતાથી ક્યારેક ઉપર ઉછાળે છે તો ક્યારેક ગોળ ગોળ ફેરવે છે. આ બધુ જોઈને શરીર ધ્રુજી ઉઠે છે. શરીરમાં કંપન ઉભુ થાય છે પણ આ વ્યક્તિના ચેહરા પર કોઈ હાવભાવ નથી આવતા. 
 
દુર્ભાગ્યથી અંધવિશ્વાસના શિકાર કેટલાક લોકો સંગીત સાથે તાલિયો વગાડી રહ્યા છે. બાળક જોએ રડી પણ રહ્યુ છે તો આ ઘોંઘાટમાં તેની ચીસો નથી સંભળાતી. જે રીતે તે બાળકને ઉછાળીને ગોળ ફેરવી રહ્યો છે તેનાથી બાળકનો જીવ પણ જઈ શકતો હતો કે પછી તેના નાજુક શરીરને નુકશાન પણ પહોંચી શકતુ હતુ.  આ વ્યક્તિ અંતમાં બાળકને કિસ કરે છે અને તેને તિલક લગાવે છે. 
 
હવે તમે બતાવો કે શુ આ રીતે કોઈ બાળકની સારવાર કરી શકાય છે. આ રીતે સારવાર કરવાથી તો બાળકનો જીવ પણ જઈ શકે છે.