શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ગણેશોત્સવ સંપન્ન થતાં હવે શ્રાધ્ધપક્ષ શરુ

P.R
ગણેશોત્સવ સંપન્ન થતાં હવે શ્રાધ્ધપક્ષ શરૃ. આજે ગુરૃવારે ભાદરવા સુદ-૧૫ છે. એ પછી શરૃ થનારો કૃષ્ણ પક્ષના ૧૫ દિવસો હિંદુજનો માટે શ્રાધ્ધ ઉજવણીના બની રહેશે.

હિંદુ સંસ્કૃતિ મૃત્યુ પછીના નવજીવનની મહત્તા સ્વીકારે છે. અહીં મૃત્યુ એક સહજઘટના છે. માનવી જેમ જૂનાં ઘસાયેલાં વસ્ત્રો બદલીને નવાં વસ્ત્રો ધારણ કરે છે એ જ રીતે આત્મા જર્જરિત દેહ ત્યજીને નવા શરીરમાં પ્રવેશ છે. આથી મૃત્યુ પછી આત્માના કલ્યાણાર્થે કેટલીક ધાર્મિક પરંપરાઓ હિંદુ સંસ્કૃતિમાં સ્થાન ધરાવે છે.

આ પરંપરાના ભાગરૃપે ભાદરવા માસના શુક્લપક્ષમાં ગમેશોત્સવ રંગેચંગે પૂરો થાય એ પછીની પૂનમ બાદ શરૃ થતો કૃષ્ણપક્ષ પિતૃઓ માટેનો શ્રાધ્ધપક્ષ ગણાયો છે. પરિવારના સંતાનો પિતૃઓના આત્માની શાંતિ માટે પિંડદાન અને તર્પમવિધિ કરી છે. પિતૃઓનો સ્વર્ગવાસ થયો હોય એ તિથિએ એમનું શ્રાધ્ધ કરવામાં આવે છે. નોમનું શ્રાધ્ધ સૌભાગ્યવતી સ્ત્રી, બારસનું શ્રાધ્ધ સંન્યાસી અને યોગી, જ્યારે તેરસનું શ્રાધ્ધ નાના બાળકોનું હોય છે.

ચૌદસનું શ્રાધ્ધ અકસ્માત કે અસ્ત્રશસ્ત્રથી મૃત્યુ પામનારનું હોય છે. જ્યારે મૃત્યતિથિ યાદ ના હોય એવા સ્વજનનું શ્રાધ્ધ ભાદરવી અમાસે કરાય છે. પિતૃતર્પણના આ ૧૫ દિવસો દરમિયાન હિંદુસમાજમાં શુભ કાર્યના આયોજન થશે નહિં.

નોંધ્યું હતું કે હવામાનની દ્રષ્ટિએ શ્રાધ્ધપક્ષના દિવસોમાં ઓતરાચિતરાની ગરમી વરસે છે. અતિશય આ ગરમી દિવસોમાં શરીરમાં પિત્તજન્ય રોગો વધવાની શક્યતા હોવાથી એને નાથવા માટે શ્રાધ્ધાપક્ષમાં પિતૃતર્પણ માટે તૈયાર કરાતા ભોજનમાં દૂધપાક, ખીર અને બાસુંદી જેવી દૂધની વાનગીનું અચૂક સ્થાન અપાય છે. પિત્તના શમના માટે દૂધ શ્રેષ્ઠ ઔષધ મનાયું છે.