શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 12 એપ્રિલ 2014 (10:25 IST)

જો લાંબુ આયુષ્ય જોઈતુ હોય તો આટલા 5 કામ જરૂર કરો

તમે સાંભળ્યુ હશે કે પહેલાના સમયમાં લોકો સો વર્ષથી પણ વધારે જીવતા હતા .  80-90 વર્ષ સુધી લોકો યુવાન રહી  ખાવા-પીવાનો અને જીવનનો આનંદ લેતા હતા.
 
પરંતુ ઉંમર હવે ઘટી ગઈ છે. 35 થી 40 વર્ષની ઉમરમાં વૃદ્ધાવસ્થાના સંકેતો દર્શાવવા શરૂ થાય છે. આવુ એ માટે છે કે પહેલાંના લોકોની દિનચર્યા શાસ્ત્રો પ્રમાણે હતી. 
 
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે. જે માણસ બ્રહ્મ મુહુર્તમાં ઉઠે છે. સૂર્યોદય પહેલાં ટોયલેટ અને સ્નાન ચોક્કસ સમયે કરે છે.
 
જે સમયસર ભોજન કરે છે અને સમયસર ઊંઘે છે. તેમનું આયુષ્ય લાંબુ હોય છે. આ પાંચ નિયમો ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે દરરોજ સ્નાન પછી સૂર્યનારાયણને જળ અર્પિત કરી સૂર્યને નમસ્કાર કરવા જોઈએ .
 
જે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલા આ નિયમોનું હંમેશા પાલન કરે છે તે બીમાર પણ ઓછા થાય છે અને લાંબા સમય સુધી યુવાન અને દીર્ધાયુ રહે છે.