ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

ધન કમાવવાના સચોટ નુસખા

આમ તો ટોણાં ટોટકા શબ્દ નકારાત્મક ભાવ મનમાં લાવે છે. પરંતુ હકીકતમાં સદીયોથી ચાલી આવી રહેલ ભારતીય પરંપરામાં કેટલાક એવા પણ ટોટકા છે જે સહેલાઈથી અમલ કરવાથી અચૂક અસરકારી સિદ્ધ થાય છે. જે ટોટકાના પ્રયોગથી કોઈને નુકશાન ન પહોંચે એવા ટોટકાનો અમલ કરવામાં કોઈ વાંધો પણ નથી. ધન એ દરેક મનનું એક સપનું છે. અહી અમે રજૂ કરીએ છી ધનને વધારવાના સરળ ટોટકા.

જો સખત મહેનત કરવા છતાં પણ વેપાર ન વધે અને ધન આવીને વારંવાર ખર્ચાય જાય તો આ ટોટકા કામમાં લો.

કોઈ ગુરૂ પુષ્ય યોગ અને શુભ ચંદ્રમાના દિવસે સવાર કે સાંજે લીલા રંગના કપડાની નાની થેલી તૈયાર કરો. શ્રી ગઍણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ 'સંકટનાશન ગણેશ સ્ત્રોત્ર'ના 11 પાઠ કરો. ત્યારબ આદ આ થેલીમાં 7 મગ, 10 ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રુદ્રાક્ષ, એક ચાંદીના રૂપિયો અકે 2 સોપારી, 2 હળદળની ગાંઠ મુકીને જમણા સૂંઢના ગણેશજીને શુદ્ધ ઘીના મોદકનો ભોગ લગાવો. પછી આ થેલી તિજોરી કે કેશ બોક્સમાં મુકી દો. આર્થિક સ્થિતિમાં તરત જ સુધારો આવશે. 1 વર્ષ પછી નવી થેલી બનાવી બદલતા રહો.