બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (13:48 IST)

ધરતી પર આપેલ શ્રાદ્ધ અને દાન કેમ મળે છે પિતરોને ?

વર્તમાન દિવસોમાં સમગ્ર  ભારતમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે. અનેક સ્થળોએ લોકો શ્રાદ્ધ તર્પણની ક્રિયાઓ  દ્વ્રારા પિતરોને સંતુષ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. . હરિદ્વ્રાર,કાશી, ઈલાહાબાદ વગેરે તીર્થસ્થળોએ  લોકો પોતાના  પિતરોના શ્રાદ્ધ માટે પહોચી રહ્યા છે. શું તમારા મનમાં પણ આ સવાલ આવે છે કે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે?
 
મૃત્યું પછી  યમપુરીની યાત્રા કેમ થાય છે. 
 
શ્રાદ્ધનો સીધો અર્થ એટલે શ્રદ્ધાથી છે. શ્રદ્ધાપૂર્વક કરેલ કાર્યને શ્રાદ્ધ કહેવાય છે. સત્કાર્યો માટે સતપુરૂષોને આદરની,કૃતજ્ઞતાની ભાવના રાખવી એ શ્રદ્ધા કહેવાય છે. 
 
શ્રુતિ અને સમૃતિયોમાં વિધાન છે કે મૃત્યુ પછી પિતૃપક્ષમાં તિથિ મુજબ શ્રાદ્ધ કરવાથી અને જળની અંજલિ ભરી દેવાથી સ્વર્ગીય પિતૃદેવોને મોક્ષ મળે છે. 
 
આજ ખાસ અવસરે પર આપણે આપણા પૂર્વજો માટે અન્ન વસ્ત્ર પાત્ર વગેરે દાન કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે આ વસ્તુઓ આપણા  પિતરોને પ્રાપ્ત થશે. ભૌતિક નજરે જોવાય તો આ બધી સામગ્રીઓ બ્રાહ્મણને મળે છે. પરંતુ સૂક્ષ્મમાં આ દાન પિતરોને આત્મતૃપ્તિ આપે છે. 
 
આ માટે કહેવાય છે કે શ્રાદ્ધ પૂર્ણ  શ્રદ્ધાભાવથી કરવાથી પિતરોનો  આશીર્વાદ મળે છે.