શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ધર્નુમાસ શરૂ થતા જ લગ્ન સહિતના શુભ કાર્યો વર્જીત

14 જાન્યુઆરી સુધી કોઈ શુભકાર્યો નહી

P.R
હિન્દુ શાસ્ત્રો મુજબ 16 તારીખથી ધનુર્માસનો પ્રારંભ થયો છે. આથી હવે આગામી 14 જાન્યુઆરી સુધી લગ્ન સહિતના તમામ શુભ કાર્યો વર્જીત થઈ ગયા છે. આ અંગે માહિતી આપતા સ્વામી નારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવસ્તસલદાસે જણાવ્યુ હતુ કે આ ધનુર્માસમાં લગ્ન વિધિ, મકાન કે ઓફિસનો શુભારંભ વગેરે માંગલિક કાર્યો મોટા ભાગે કરવામાં આવતા નથી. તેની પાછળ રહેલા રહસ્યની ચર્ચા કરતા તેમણે જણાવ્યુ હતુ કે પૂર્વ દિશા સૂર્યની છે. જ્યારે પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ઘન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી માંગલિક કાર્યો થતા નથી. બીજુ એવુ કહેવાય છે કે તે મહાભારતનું મહાભયંકર યુદ્ધ ધનુર્માસ દરમિયાન જ થયુ હતુ. જેમા મહાભયંકર રક્તાપાત થયો હતો. તેથી તેને અમાંગલિક માનવામાં આવે છે.

ધનુર્માસમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ભગવા ભણવા જાય છે. તેવી માન્યતાના કારણે ઘણા મંદિરોમાં સ્વામીનારાયણ ભગવાનની સમક્ષ સ્લેટ,પેન, ચોપડી, નોટ, લેપટેઓપ, આદિ ભણવાની વસ્તુઓ મુકવામાં આવે છે. વધુમાં આસ અમય દરમિયાન સત્સંગિજીવન, વચનામૃત, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો, મુક્તજીવન સ્વામી બાપાની વાતો આદિ શાસ્ત્રોનું પઠન કરવામાં આવે છે. આજે વચનમૃત ગ્રંથની 193મી જયંતિ ઉજવાય હતી. 16મી ડિસેમ્બર, માગશર સુદ ચોથના રોજ સ્વામીનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી જે વાણી વચનામૃત ગ્રંથની 193મી જયંતિ હોવાથી તેની ઉજવણી તમામ સ્વામીનારાયણ મંદિરોમાં કરાઈ હતી. આ પ્રસંગે સ્વામીનારાયણ મ6દિર કુમકુમ મણિનગર ખાતે શાસ્ત્રી, આનંદપ્રિયદાસ સ્વામીની નિશ્રામાં સવારે 8થી 12 કલાક સુધી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા ગ્રંથની પારાયણ, વચનામૃતગંથનું પૂજન, અર્ચન અને આરતી કરવામાં આવી હતી. જો કે બીજીબાજુ એનઆરઆઈ આ સમયમાં જ ભારત આવીને લગ્નો વગેરે કાર્યો પૂર્ણ કરે છે ???