ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

પાંચ મિનિટમાં આ મંત્ર દ્વારા દુર્ગાને ખુશ કરી લો

W.D

નવરાત્રિના નવ દિવસ વિશેષ ફળદાયક માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન માતાની પૂજા અને ભક્તિનુ ફળ જલ્દી મળે છે. તેનુ કારણ એ માનવામાં આવે છે કે મા નવરાત્રિના નવ દિવસમાં પૃથ્વી પર આવીને ભક્તોની વચ્ચે રહે છે.

તેથી મા ને ખુશ કરવા માટે ભક્ત વિધિપૂર્વક આરતી, પૂજા અને દુર્ગા સપ્તશતીનુ પઠન કરે છે. એવી માન્યતા છે કે દુર્ગા સપ્તશતીનું સંપૂર્ણ પાઠ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. પણ વિધિપૂર્વક દુર્ગા સપ્તશતીનો પૂરો પાઠ કરવામાં આવે તો લગભગ દોઢથી બે કલાકનો સમય લાગે છે.

સાંસારિક જીવનમાં લોકો પાસે અનેક પ્રકારના કામ હોય છે. તેથી જરૂરી છે નથી કે તમારી પાસે દરરોજ એટલો સમય હોય કે તમે આખો સપ્તશતી પાઠ કરી શકો. આ સમસ્યાનું સમાધાન દુર્ગા સપ્તશતીના અંતમા આપવામાં આવ્યો છે જે સિદ્ધ કુંજિકાસ્તોત્રના નામથી જાણીતો છે.

શિવ ઉવાચ

શૃણુ દેવિ પ્રવક્ષ્યામિ કુંજિકાસ્તોત્રમુત્તમમ્ .

યેન મન્ત્રપ્રભાવેણ ચણ્ડીજાપઃ ભવેત્ ૥1૥

ન કવચં નાર્ગલાસ્તોત્રં કીલકં ન રહસ્યકમ્ .

ન સૂક્તં નાપિ ધ્યાનં ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ્ ૥2૥

કુંજિકાપાઠમાત્રેણ દુર્ગાપાઠફલં લભેત્ .

અતિ ગુહ્યતરં દેવિ દેવાનામપિ દુર્લભમ્ ૥ 3૥

ગોપનીયં પ્રયત્નેન સ્વયોનિરિવ પાર્વતિ.

મારણં મોહનં વશ્યં સ્તમ્ભનોચ્ચાટનાદિકમ્ .

પાઠમાત્રેણ સંસિદ્ધ્ યેત્ કુંજિકાસ્તોત્રમુત્તમમ્ ૥4૥


ભગવાન શિવે પાર્વતીને જણાવ્યુ છે કે જે વ્યક્તિ સંપૂર્ણ દુર્ગા સપ્તશતીનો પાઠ ન કરી શકે તે ફક્ત સિદ્ધ કુંજિકાસ્તોત્રનો પાઠ કરી લે. આ પાઠ માત્રથી કવચ, કીલક, અર્ગલાસ્તોત્ર સહિત સંપૂર્ણ દુર્ગાસપ્તશતીના પાઠનુ ફળ મળે છે. કુંજિકા સ્તોત્ર સિદ્ધ મંત્રો દ્વારા નિર્મિત છે જેના દરેક શબ્દ પ્રભાવશાળી છે. તેનો દરેક મંત્ર સ્વંય સિદ્ધ છે તેથી તેને અલગ રીતે સિદ્ધ કરવાની પણ જરૂર નથી.

સિદ્ધ કુંજિકા સ્તોત્ર

અથ મંત્ર:-

ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે. ૐ ગ્લૌ હું ક્લીં જૂં સઃ

જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ

ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે જ્વલ હં સં લં ક્ષં ફટ્ સ્વાહા.."

ઇતિ મંત્રઃ૥

"નમસ્તે રુદ્રરૂપિણ્યૈ નમસ્તે મધુમર્દિનિ.

નમઃ કૈટભહારિણ્યૈ નમસ્તે મહિષાર્દિન ૥1૥

નમસ્તે શુમ્ભહન્ત્ર્યૈ ચ નિશુમ્ભાસુરઘાતિન ૥2૥

જાગ્રતં હિ મહાદેવિ જપં સિદ્ધં કુરુષ્વ મે.

ઐંકારી સૃષ્ટિરૂપાયૈ હ્રીંકારી પ્રતિપાલિકા૥3૥

ક્લીંકારી કામરૂપિણ્યૈ બીજરૂપે નમોઽસ્તુ તે.

ચામુણ્ડા ચણ્ડઘાતી ચ યૈકારી વરદાયિની૥ 4૥

વિચ્ચે ચાભયદા નિત્યં નમસ્તે મંત્રરૂપિણ ૥5૥

ધાં ધીં ધૂ ધૂર્જટેઃ પત્ની વાં વીં વૂંવાગધીશ્વરી.

ક્રાં ક્રીં ક્રૂં કાલિકા દેવિશાં શીં શૂં મે શુભં કુરુ૥6૥

હું હુ હુંકારરૂપિણ્યૈ જં જં જં જમ્ભનાદિની.

ભ્રાં ભ્રીં ભ્રૂં ભૈરવી ભદ્રે ભવાન્યૈ તે નમો નમઃ૥7૥

અં કં ચં ટં તં પં યં શં વીં દું ઐં વીં હં ક્ષં

ધિજાગ્રં ધિજાગ્રં ત્રોટય ત્રોટય દીપ્તં કુરુ કુરુ સ્વાહા૥

પાં પીં પૂં પાર્વતી પૂર્ણા ખાં ખીં ખૂં ખેચરી તથા૥ 8૥

સાં સીં સૂં સપ્તશતી દેવ્યા મંત્ર સિદ્ધિં કુરુષ્વ મે૥

ઇદં તુ કુંજિકાસ્તોત્રં મંત્રજાગર્તિહેતવે.

અભક્તે નૈવ દાતવ્યં ગોપિતં રક્ષ પાર્વતિ૥

યસ્તુ કુંજિકયા દેવિહીનાં સપ્તશતીં પઠેત્ .

ન તસ્ય જાયતે સિદ્ધિરરણ્યે રોદનં યથા૥

. ઇતિશ્રીરુદ્રયામલે ગૌરીતંત્રે શિવપાર્વતી સંવાદે કુંજિકાસ્તોત્રં સંપૂર્ણમ્ .