ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 17 ફેબ્રુઆરી 2015 (12:20 IST)

ભારતીય સંસ્કૃતિમાં તો આખી વસંત ઋતુને જ પ્રેમની ઋતુ માનવામાં આવે છે

વિશ્વભરમા વેલેન્ટાઇન ડેની ઉજવણી થઇ. વિશ્વભરમા પ્રેમની અભિવ્યક્તિ માટે આ દિવસની ઉજવણી થાય છે. જો કે ભારતીય સંસ્કૃતિમા આખી વસંત પ્રેમની ઋતુને પ્રેમની રૃતુ ગણવામા આવી છે. ૧૯મી સદીના પ્રારંભમા રાજા રવિવર્માએ તેમના ચિત્રોમા વસંત રૃતુને અનોખી રીતે રજૂ કરી છે. તેમણે 'વાસંતીકા' નામની એક સ્ત્રીનુ સુંદર પેઇન્ટિંગ બનાવ્યુ હતુ. જેમા ફુલોનો શ્રિંગાર કરીને વનમા ઉભેલી એક સ્ત્રી બતાવવામા આવી છે. એટલે કે વસંત રૃતુને એક સુંદર સ્ત્રીના રૃપમા તેઓએ રજૂ કરી હતી.

રાજા રવિવર્માનો વડોદરા સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે.તેઓએ અહી રહીને અનેક વિશ્વ પ્રસિદ્ધ પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા હતા. જે પૈકી વસંતીકાનુ નિર્માણ વડોદરામા જ થયુ હોવાનુ માનવામા આવી રહ્યુ છે. રાજા રવિવર્માએ રૃતુઓના પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા હતા જેમાથી વસંત રૃતુ પર તૈયાર કરેલુ પેઇન્ટિંગ્સ આજે રેર ગણાય છે. આ પેઇન્ટિંગમા રાજા રવિવર્માએ ગુલાબી સાડીમા એક સ્ત્રીને વનમા ઉભેલી બતાવી છે. વનમા ચારો તરફ ફુલ ખીલેલા છે. નદીમા સ્વચ્છ નિર્મળ જળ વહી રહ્યુ છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે. સ્ત્રીએ સાડી તો પહેરેલી છે પરંતુ તેમાથી આરપાર સ્તન દેખાઇ રહ્યા છે. રાજા રવિવર્માએ વસંત રૃતુના મહત્વને બતાવાનો પ્રયાશ કર્યો છે. તેઓ પ્રેમી પંખીડાને પણ વનમા બતાવી શક્યા હોય પણ તેવુ કરવાને બદલે તેઓએ પ્રેમની રૃતુ વસંતને જ એક સુંદર સ્ત્રીનુ સ્વરૃપ આપીને રૃતુનુ મહ્ત્વ આ ચિત્રમા રજૂ કર્યુ છે. આ ઉપરાંત સ્ત્રીના સ્તન બતાવીને રૃતુકાળનો ઉન્માદ પણ બતાવ્યો છે તેઓએ મર્યાદામા રહીને સ્ત્રી સૌંદર્યને રજૂ કર્યુ છે. તેઓ નગ્ન સ્ત્રીને પણ રજૂ કરી શક્યા હોત પણ તેવુ નથી કર્યુ.

રવિવર્માએ આ પેઇન્ટિંગ ૧૮૯૦ થી ૧૯૦૦ દરમિયાન બનાવ્યુ હોવાનુ માનવામા આવે છે. આ પેઇન્ટિંગની ૧૯૯૬મા લંડન ખાતે હરાજી થઇ હતી ત્યારે રૃ.૧૫ લાખમા વેચાયુ હતું.