શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

મંગળ ગ્રહની શાંતિ માટે આટલુ કરશો તો શુભ ફળ મળશે

P.R
ઘણીવાર કોઈ સમય વિશેષમાં કોઈ ગ્રહ અશુભ ફળ આપે છે. આવામાં તેની શાંતિ જરૂરી છે. ગૃહ શાંતિ માટે કેટલાક શાસ્ત્રીય ઉપાય પ્રસ્તુત છે. તેમાંથી કોઈ એકને પણ કરવાથી અશુભ ફળમાં કમી આવે છે અને શુભ ફળોમાં વધારો થાય છે.

ઘણીવાર કોઈ સમય વિશેષમાં કોઈ ગ્રહ અશુભ ફળ આપે છે, આવામાં તેની શાંતિ જરૂરી હોય છે. ગૃહ શાંતિ માટે કેટલાક શાસ્ત્રીય ઉપાય રજૂ કરીએ છીએ. આમાંથી કોઈ એકને પણ કરવાથી અશુભ ફળમાં કમી આવે છે અને શુભ ફળમાં વધારો થાય છે.

ગ્રહોના મંત્રની જપ સંખ્યા, દ્રવ્ય દાનની યાદી વગેરે બધી માહિતી એકસાથે આપવામાં આવી રહી છે. મંત્ર જાપ જાતે કરો કે પછી કર્મનિષ્ઠ બ્રાહ્મ પાસેથી કરાવો. દાન દ્રવ્ય યાદીમાં આપેલ પદાર્થને દાન કરવા ઉપરાંત તેમા લખેલ રત્ન-ઉપરત્નના અભાવમાં જડીને વિધિપૂર્વક પોતે ધારણ કરો, શાંતિ થશે.

મંગળ માટે - સમય સૂર્યદયથી 48 મિનિટ સુધી.

કાર્તિકેય કે શિવજીની પૂજા કરો. કાર્તિકેય કે શિવજીના સ્તોત્રનુ પઠન કરો. મંગળના મંત્રનો 10 હજાર વાર જાપ કરો.

મંગળના મંત્ર જાપ માટે આગળ વાંચો.


P.R

મંત્ર : 'ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:' મંત્રનો જાપ કરો.

દાન-દ્રવ્ય : લાલ નંગ, સોનુ, તાંબુ, મસૂર, ગોળ, ઘી, લાલ કપડુ, કરેણના ફુલ, કેશર, કસ્તુરી, લાલ વેલ.

મંગળવારનું વ્રત કરવુ જોઈએ. કાર્તિકેય પૂજન કરવુ જોઈએ. રુદ્રાભિષેક કરવો જોઈએ. 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરો.