ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 12 માર્ચ 2016 (17:48 IST)

મંદિરમાં જવાના 7 વૈજ્ઞાનિક કારણ

હિંદૂ ધર્મ અને પરંપરામાં દરેક કામની શરૂઆત ઈશ્વરને યાદ કરીને જ થાય છે અને મંદિર જવું પણ એનો એક મુખ્ય ભાગ છે. પણ શું તમને લાગે છે  કે મંદિર જવાનો  સંબંધ માત્ર ધર્મ અને પૂજા પાઠથી છે, તો આવું નથી એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. માનવ શરીરમાં પાંચ ઈન્દ્રિય સૌથી મુખ્ય હોય છે. જોવું, વિચારવું, સાંભળવું, સ્પર્શ કરવું,  સૂંઘવું અને સ્વાદ લેવું.  હવે તમે વિચારશો આનો  મંદિર જવા સાથે  શું સંબંધ.  અહી એક વાત ઉલ્લેખનીય છે કે જયારે માણસ મંદિરમાં પગ મુકે  છે તો શરીરની પાંચ ઈન્દ્રિયો ક્રિયાશીલ થઈ જાય છે. જાણો આગળ કેવી રીતે..  
 
 


શ્રવણ ઈન્દ્રિય- મંદિરમાં પ્રવેશ કરતાં જ  આપણે  મંદિરની બહાર કે મૂળસ્થાનમાં લાગેલ ઘંટ વગાડીએ છીએ.  આ ઘંટ એ  રીતે બનેલ હોય છે કે એમાંથી નીકળતો  અવાજ મગજના જમણા અને ડાબા બાજુમાં એકરૂપતા બનાવે છે. ઘંટનો  અવાજ 7 સેકંડ સુધી પ્રતિ ધ્વનિના રૂપે આપણા શરીરની અંદર રહે છે. આ 7 સેકંડ શરીરના 7 આરોગ્ય કેંદ્રોને ક્રિયાશીલ કરે છે. 
 
 

દર્શન ઈન્દ્રિય- મંદિરના ગર્ભગૃહ જયાં ભગવાનની મૂર્તિ હોય છે તે જગ્યાએ રોશની ઓછી હોય છે અને થોડું અંધારુ હોય છે. અહીં પહોંચીને ભક્ત આંખ બંદ કરી ભગવાનને યાદ કરે છે અને જ્યારે એ પોતાની આંખો ખોલે છે તો તેની સામે આરતી માટે કપૂર સળગી રહ્યું હોય છે. આ રોશની અંધારામાં પ્રકાશ આપે છે. આથી દર્શન  ઈન્દ્રિય   કે જોવાની ક્ષમતા સક્રિય થઈ જાય છે. 


 
 





સ્પર્શ ઈન્દ્રિય - આરતી પછી જ્યારે આપણે  ઈશ્વરના આશીર્વાદ લઈ રહ્યા હોય છે તો આપણે  કપૂર કે દીવાની આરતી પર આપણો હાથ ફેરવીએ છીએ.  તે પછી એ હાથ આંખ પર લગાડીએ છીએ  જ્યારે આપણે  આપણા હાથને આંખ પર મુકીએ છીએ  તો આપણે ઉષ્મતા અનુભવીએ છીએ. આ ગર્માહટ આ વાતને સુનિશ્ચિત કરે છે કે આપણી સ્પર્શ ઈંદ્રિય ક્રિયાશીલ છે. 



ગંધ ઈન્દ્રીય- આપણે  મંદિરમાં ભગવાનને અર્પિત કરવા માટે ફૂલ લઈ જઈએ છીએ.  જે પવિત્ર હોય છે અને તેની સુગંધ આવે છે. મંદિરમાં ફૂલ, કપૂર અગરબત્તી  આ  બધામાંથી નીકળતી સુગંધ આપણી ગંધ ઈદ્રિય કે સૂંઘવાની ઈંદ્રિયને પણ સક્રિય કરે છે. 
 
 


સ્વાદ ઈન્દ્રિય- મંદિરમાં ભગવાનના દર્શન પછી આપણને ચરણામૃત મળે છે. આ એક દ્રવ્ય પ્રસાદ હોય છે જેને તાંબાના વાસણમાં રખાય છે . આયુર્વેદ મુજબ, તાંબાના વાસણમાં રાખેલું પાણી કે તરલ  પદાર્થ આપણા શરીરના 3 દોષોને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આવામાં જ્યારે તે ચરણામૃતને પીવે છે તો આપણી આસ્વાદ ઈંદ્રિય અને  સ્વાદ ઈન્દ્રિય પણ સક્રિય થઈ જાય છે. 



મંદિરમાં ઉઘાડા પગે કેમ જઈએ છીએ ? - મંદિરની જમીનને સકારાત્મક ઉર્જાની પૉઝિટિવ એનર્જીની વાહક ગણાય છે અને તે ઉર્જા ભકતોમાં તેના પગના રસ્તે પ્રવેશ કરે છે આથી મંદિરના અંદર ઉઘાડા પગે જવાનુ હોય  છે. એનું એક વ્યવ્હારિક કારણ એ  છે કે આપણે  પગરખા પહેરીને ઘણી જગ્યાએ જઈએ છીએ. આથી મંદિર જેવી પવિત્ર જગ્યાએ ગંદગી કે નકારાત્મકતા લઈ જવી  યોગ્ય નથી. 


 
 
મંદિરની પરિક્રમાનું   કારણ- પૂજા પછી આપણને આપણા વડીલો, જયાં ભગવાનની મૂર્તિ છે તે ભાગની પરિક્ર્મા કરવા માટે કહે છે. એની  પાછળ કારણ એ છે કે  જ્યારે આપણે પરિક્રમા  કરીએ છીએ  તો મંદિરમાં રહેલ સકારાત્મક ઉર્જાને અંદર સમાહિત કરીએ છીએ અને  પૂજાનો લાભ મેળવીએ છીએ.