શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 2 ફેબ્રુઆરી 2015 (17:59 IST)

માઘ પૂર્ણિમા પર બનશે ત્રિવેણી સંયોગ

આ વર્ષે 3 ફેબ્રુઆરી મંગળવારે માઘ પૂર્ણિમાના દિવસે રહેશે. આ દિવસે માઘ પૂર્ણિમા ,પુષ્ય નક્ષત્ર અને રવિ યોગને ત્રિવેણી સંયોગ બન્યો છે. માઘ માસમાં મંગળવારની ઉપાસનાના શાસ્ત્રોમાં વિશેષ મહત્વ જણાવ્યું છે. જેને કરવાથી ધર્માર્થ કામ મોક્ષ ચાર પુરૂષાર્થની સહજ પ્રાપ્તિ થાય છે સાથે જ મૌલિક સુખ-સુવિધાઓનો પણ અંબાર લાગી જાય છે. 
 
આ દિવસે લાખો લોકો તીર્થ સ્થળો પર પવિત્ર નદીઓમાં ડુબકી લગાવશે આ દિવસે માઘ સ્નાનનો સમાપન થાય છે. 
 
માઘમાં સ્નાનના સાથે-સાથે મંગળવારે વ્રત પણ કરાય છે. જેમાં ઉપાસના કરતા એક સમય વગર મીઠાવાળો આહાર લેવો  જોઈએ. ગુડ-તલ મિક્સ કરી પોતાના આરાધ્યને ભોગ લગાવો જોઈએ અને તેનો  પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરવો જોઈએ. ગરીબ  અને સમાજના અસહાય  લોકોને અનાજ અને ગરમ વસ્ત્રોનું  દાન કરવુ  જોઈએ. માન્યતા છે કે આ દિવસે દેવ પણ સ્નાન માટે ધરતી પર આવે છે. 
 
 આ રીતે દાન કરવાથી પુણ્ય સાથે-સાથે નર સેવા નારાયણ સેવાનો પણ ઉદાંત ભાવ સમાજમાં ફેલે છે. માઘ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર આવવું મંગળકારી યોગ છે. પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાર્ક રાશિમાં સ્થિત હોય છે. આ દિવસે કરેલા વિશેષ કાર્યમાં સફળતા જરૂર મળે છે. 
 
માઘ માસમાં પૂર્ણિમાને જે માણસ બ્રહ્માવૈવર્ત પુરાણનું  દાન કરે છે. તેણે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. આ માસમાં સ્નાન ,દાન,ઉપવાસ અને ભગવાન માધવની પૂજા ઘણી ફળદાયી હોય છે.