શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 26 જૂન 2014 (12:20 IST)

માત્ર એક પૂજાથી થશે મનુષ્યની અનેક પેઢીઓનું કલ્યાણ

તુલસીની પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ધનની કોઈ કમી નથી રહેતી. આ પાછળ ધાર્મિક કારણ છે. તુલસીમા આપણા બધા પાપોનો નાશ કરવાની શક્તિ હોય છે. તેની પૂજા દ્વારા આત્મ શાંતિ પ્રાપ્ત થાય છે. 
 
1. ભક્તિપૂર્વક તુલસી દળ ગ્રહણ કરવાથી મનુષ્ય જીવન મુક્ત થઈ જાય છે અને ગંગા સ્નાન કરવાનું ફળ મળે છે. 
2. જે મનુષ્ય રોજ તુલસી દળથી શ્રી કૃષ્ણનુ પૂજન કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવી લે છે. 
3. તુલસીની માળા ગળામાં ધારન કરનાર પુરૂષ અશ્વમેઘ યજ્ઞનું ફળનો ભાગીદાર બને છે. 
4. ભગવાન વિષ્ણુને લક્ષ્મી, શિવ, તુલસી જેટલી પ્રિય છે એટલ બીજુ કશુ જ નહી. 
5. જે પ્રાણીએ તુલસી દળ દ્વારા ભગવાન વિષ્ણુનુ પૂજન કરી લીધુ તેનુ હોમ, યજ્ઞ અને વ્રત બધુ પુર્ણ થઈ ગયુ. . 
6.જે રીતે ગંગા મુક્તિ પ્રદાન કરે છે એ જ રીતે તુલસી પણ કલ્યાણ કરનારી છે. 
7. મંજરી સહિત તુલસી પાન દ્વારા ભગવાન વિષ્ણુની પૂજાનુ પુણ્યફળ વર્ણન કરવુ અસંભવ છે. 
8. તુલસીના નિકટ જે મંત્ર વગેરેનો જાપ કરે છે તે અનેક ગણું ફળ મેળવી લે છે. 
9. તુલસીના પાન ફુલ-ફળ-મૂળ-શાખ-છાલ-થડ અને માટી વગેરે બધુ પવિત્ર છે. 
10. તુલસીની લાકડી, કાષ્ઠની આગથી જેમનુ મૃત શરીર સળગાવવામાં આવે છે તે વિષ્ણુલોકમાં પ્રવેશ કરે છે.  
11. જે મનુષ્ય તુલસીની મંજરીઓ દ્વારા ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરે છે તે બીજીવાર ગર્ભમાં નથી આવતો.  
12. તુલસી દ્વારા શ્રીહરિની પૂજા કરવાથી મનુષ્યની અનેક પેઢીઓનુ કલ્યાણ થઈ જાય છે.