શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 15 એપ્રિલ 2014 (15:02 IST)

મોક્ષ જોઇએ છે તો વૈશાખ મહિનામાં કરી લો આ કામ

બધા મહિનાઓમાં સૌથી ઉત્તમ મહિનો વૈશાખ માસ

આ વર્ષ પછી 15 એપ્રિલના દિવસે ચૈત્ર શુકલ પુર્ણિમા તિથિ છે. આ પુર્ણિમાને વૈશાખ પુર્ણિમા પણ કહેવાય છે. વૈશાખ માસને 
 
શાસ્ત્રોમાં કર્તિક માસની જેમ જ પુણ્ય માસ માનવામાં આવે છે. સ્કંદ પુરાણના મુજબ બ્રહ્માજી કહે છે કે આ બધા માસોમાં સૌથી ઉત્તમ માસ છે. આ માસમાં માણસ મોક્ષ-પ્રાપ્તિના ઉપાય સહેલાઈથી કરી શકે છે.
   
સ્કંદ પુરાણ કહે છે સવારે કરો આ કામ 
 
સ્કંદ પુરાણમાં કહ્યુ છે કે પુણ્ય અને મોક્ષની ઇચ્છા ધરાવનારાઓએ ને જ્યેષ્ઠ પુર્ણિમા સુધી નિયમિત સુર્યોદય પહેલા સ્નાન કરવુ જોઇએ. આ મહિનામાં સુર્યોદય પછી સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થતી નથી.

આ મહિનામાં ના કરો આ કામ

પુરાણ મુજબ વૈશાખ માસમાં મોક્ષ મેળવવા યોગ્ય પુણ્યની પ્રાપ્તિ માટે શરીર પર તેલ નહી લગાવવું.  આ માસના દેવતા ભગવાન મધુસુદન છે. 

એમની કૃપા મેળવવા માટે બપોરે ઊંઘવાનુ ટાળો. રાતનું  ભોજન અને માંસ-મદિરા વગેરેના સેવન થી પરેજ રાખવુ જોઇએ.  આ દિવસોમાં પતિ- પત્નીને સમાગનથી બચવુ જોઇએ.     
 
આ  મહિનામાં જરૂર કરો આ કામ
 
શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે પુણ્યની પ્રાપ્તિ માટે વૈશાખ માહિનામાં દરેક માણસે પંખો, ફળ, ઘડો અને જળનું દાન કરવું   જોઇએ.  ઘઉ, ચણા,જવનું દાન ઉત્તમ ફળદાયી હોય છે. જવનું દાન કરવાથી સોનું દાન કરવાનું ફળ  મળે છે.