શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By
Last Updated : શનિવાર, 9 નવેમ્બર 2019 (15:30 IST)

શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ

ધાર્મિક પરંપરાઓને કારણે અનેક વ્રતોમાંથી એક વ્રત શરદ પૂર્ણિમા વ્રત માનવ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ આસો માસની પૂર્ણિમા આખા વર્ષમાં આવનારી બધી પૂનમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે.  આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ચંદ્રમાંનું પૂજન કરવુ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. આ દિવસ અનેક લોકો ગંગા, નર્મદા જેવી અન્ય પવિત્ર નદીમાઅં સ્થાન કરી વિધિ વિધાનથી પોતાના આરાધ્ય દેવની પૂજા - પાઠ કરે છે તે ચન્દ્ર દેવની પણ આરાધના કરે છે. આ ખૂબ જ શુભ દિવસ હોય છે. આ શરદ ઋતુની પ્રથમ પૂર્ણિમા હોય છે. તમારે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરી કથા સાંભળવી અને લોકોને સંભળાવવી જોઈએ. એવુ કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાં પૃથ્વીની ખૂબ નિકટ આવી જાય છે. 
 
જાણો કેવી રીતે  ઉજવે છે શરદ પૂર્ણિમા 
 
1. શરદ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરો. ખુદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને તેમને સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત અને સુસજ્જિત કરવા જોઈએ. ત્યારબાદ તમે ભગવાનને આસન આપો. 
 
2. તમને જોઈએ કે તમે અંબ, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય, તામ્બૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી તમારા આરાધ્ય દેવનુ વિધિ પૂર્વક પૂજન કરો. 
 
3. ગાયના દૂધની ખીર બનાવો અને પૂરીઓ બનાવીને અર્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાવો. ત્યારબાદ વ્રત કથા સાંભળો. 
 
4. વ્રત કથા સાંભળવા માટે એક લોટામાં પાણી ભરીને અનાજ અને કેરીના પાનને લઈને એક કળશની સ્થાપના કરો અને તે કળશની રોરી અને ચોખા સાથે વંદના કરો. 
 
5. ત્યારબાદ તમે ભગવાનનુ તિલક અને પૂજન કરી ચોખાના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો. કથા પૂર્ણ થયા પછી લોટામાં મુકેલ જળથી ચંદ્રમાને અર્ધ્ય આપો. 
 
6. આ દિવસે તમે ચદ્રની રોશનીના આધારે સોયમાં દોરો જરૂર પહેરાવો. 
 
7. જો તમે પૂર્ણ ચંદ્રમાં જ્યારે આકાશની વચ્ચે સ્થિત હોય એ સમયે તેનુ પૂજન કરવાથી તમે આખુ જીવનભર નિરોગી રહે શકે છે. 
 
8. રાત્રે જ ખીરથી ભરેલ પાત્રને ખુલી ચાંદનીમાં મુકી દો. બીજા દિવસે ખીરને પ્રસાદ રૂપમાં સૌને આપો અને ખુદ પણ ગ્રહણ કરો. શરદ પૂર્ણિમાનુ આ વ્રત કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે.