બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 11 એપ્રિલ 2014 (16:15 IST)

શા માટે દેવ અને દેવીઓની મૂર્તિઓ પાણીમાં વિર્સર્જીત કરવામાં આવે છે ?

શુ તમે વિચાર્યુ છે કે દેવી-દેવતાઓની મૂર્તિઓને પાણીમાં કયા કારણોથી વિસર્જીત કરાય છે .પંડિત જણાવે છે કે આનો  જવાબ શાસ્ત્રોમાં છે. શાસ્ત્રો મુજબ જળને બ્રહ્મનું સ્વરૂપ ગણાય છે. માનવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડના સર્જનની શરૂઆત અને અંત માત્ર પાણીમાં જ હોય છે. 
 
પાણીને તર્ક અને જ્ઞાનનું પ્રતીક ગણવામાં આવે છે. જળને ભગવાન ગણપતિ ગણવામાં આવે છે. પાણીમાં શ્રીહરિનો વાસ છે  જેથી તેઓ નારાયણ કહેવાય છે.
 
માનવામાં આવે છે કે જ્યારે જળમાં દેવ પ્રતિમાઓનો વિસર્જીત કરાય છે તો દેવતાઓનો અંશ મૂર્તિમાંથી નીકળી પોતાના લોકમાં જાય છે એટલે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે.  આ જ કારણ છે કે મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.