શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

સૂર્યને જળ આપવાના નિયમ અને ફાયદા , જાણો 7 વાતો

મહાભારતમાં કથા છે કે કર્ણ નિયમિત સૂર્યની પૂજા કરતા હતા અને સૂર્યને જળના અર્ધ્ય આપતા હતા. સૂર્યની પૂજાના વિશે ભગવાન રામની પણ કથા મળે છે કે દરેક દિવસ સૂર્યની પૂજા અને અર્ધ્ય આપતા હતા. શાસ્ત્રોમાં આ પણ કહ્યું છે કે દરેક દિવસ સૂર્યને જળ આપવું જોઈએ અને ઘણા લોકો આ નિયમના પાલન પણ કરે છે. પણ આ પણ નિયમ છે કે સૂર્યને જળ આપો તો જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં એના લાભ મેળવી શકાય છે. 
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માના કારક જણાવ્યા છે . નિયમિત સૂર્યને જળ આપવાથી આત્મ શુદ્ધિ અને આત્મબળ મળે છે. સૂર્યને જળ આપવાથી આરોગ્ય લાભ મળે છે. 
 
સૂર્યને નિયમિત જળ આપવાથી સૂર્યના પ્રભાવ શરીરમાં વધે છે અને આ તમને ઉર્જાવાન બનાવે છે. કાર્યક્ષેત્રમાં એના તમને લાભ મળે છે. 
જેની નોકરીમાં પરેશાની ચાલી રહી હોય એ નિયમિત સૂર્યને જલ આપવા શરૂ કરે તો ઉચ્ચાધિકારીથી સહયોગ મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
સૂર્યને જળ આપવાના નિયમના વિશે કહેવાય છે કે સૂર્યને સ્નાન પછી તાંબાના વાસણથી જળ અર્પિત કરવું. 
 
સૂર્યને જળ આપવાથી પહેલા ચપટી સિંદૂર કે લાલ ચંદન મિક્સ કરી અને લાલ ફૂલના સાથે જળ આપો. 


સૂર્યને જળ આપતા સમયે 7 વાર જળ આપો. એના સાથે સૂર્યના મંત્રના જાપ કરો તો આ વિશેષ લાભપ્રદ રહે છે. સંક્ય હોય તો આ સમયે લાલ વસ ત્ર ધારણ કરો.