શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 9 જૂન 2014 (14:43 IST)

હિન્દુ ધર્મ - આંતરજાતિય લગ્ન અયોગ્ય કેમ માનવામાં આવે છે ?

કેમ લોકો જાતિમાં લગ્ન કરવા માંગે છે 
 
છોકરો હોય કે છોકરી જ્યારે લગ્નની વાત આવે છે તો દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકો માટે પોતાની જ જાતિનો જીવનસાથી મળે. એ માટે તેઓ સંબંધીઓ અને મિત્રોને પણ યોગ્ય યુવક અને યુવતી બતાવવાની વાત કરે છે. 
 
પણ બાળકો પોતાની પસંદથી કોઈ અન્ય જાતિમાં લગ્ન કરી લે તો સમાજમાં અનેક પ્રકારની વાતો થવા માંડે છે. માતા પિતા પણ બાળકોના આ પગલાને અયોગ્ય માને છે. 
 
તેની પાછળ કેટલીક ધાર્મિક માન્યત્રાઓ છે જે લોકોમા આંતરજાતિય વિવાહ પ્રત્યે ખોટી ધારણાનું કારણ છે. 
 
સંતાનના જન્મ સાથે આ રીતે જોડાયેલો છે આંતરજાતિય લગ્નનો મામલો 
 
શાસ્ત્રોનો એવો મત છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતિથી બહાર કોઈ અન્ય જાતિની કન્યા કે પુરૂષ સાથે લગ્ન કરે છે તો તે ધર્મ વિરુદ્ધ હોય છે. આ પ્રકારના લગ્નથી જે સંતાન જન્મે છે તે વર્ણસંકર સંતાન હોય છે.  

આગળ વર્ણસંકાર સંતાનથી નુકશાન 

 

વર્ણસંકાર સંતાનથી નુકશાન 
 
શાસ્ત્રોમાં વર્ણસંકાર સંતાન કુળ માટે સારો નથી માનવામાં આવતો. શાસ્ત્ર કહે છે કે વર્ણસંકર સંતાન કુળનો નાશ કરીને નર્કમાં લઈ જવાનું કારણ બને છે. 
 
વર્ણસંકર સંતાનને પિતરોના તર્પણ, પિંડદાન કરવાના અધિકારી માનવામાં આવતો નથી કારણ કે તેના દ્વારા કરવામાં આવેલ તર્પણ અને પિંડદાન પિતર સ્વીકાર નથી કરતા.   

આગળ  સંકર સંતાને કર્યો કુળનો નાશ 

વર્ણ સંકર સંતાને કર્યો કુળનો નાશ 
 
વર્ણસંકાર સંતાનને કારણે વંશના નાશના સંદર્ભમાં મહાભારતનુ ઉદાહરણ આપવામાં આવે છે કે ક્ષત્રિય થઈને પણ મહારાજ શાંતનુ એક માછીમારની કન્યા સત્યવતી સાથે લગ્ન કર્યા. જેનુ પરિણામ એ થયુ કે ભીષ્મ કુંવારા રહી ગયા. 
 
સત્યવતીના પુત્ર અલ્પાયુમાં પણ પરલોક સિધાવી ગયા અને મહર્ષિ વ્યાસની કૃપાથી સત્યવતીની પુત્ર વધુઓએ પાંડુ અને ઘૃતરાષ્ટ્રને જન્મ આપ્યો. આ બંને પુત્રો વચ્ચે મહાભારતથી કુળનો વિનાશ થઈ ગયો.