શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

હિન્દુ ધર્મ : દેવ પૂજામાં કયા ધાતુઓનો ઉપયોગ ન કરવો ?

ભગવાનની પૂજા કરતી વખત આપણે અનેક પ્રકારના વાસણોનો ઉપયોગ કરીએ છીએ. આપણે જે વાસણ વાપરીએ તે કયા ધાતુના હોવા જોઈએ અને કયા ધાતુના નહી તે બદલ કેટલાક નિયમો બતાડવામાં આવ્યા છે. જે ધાતૂનો ઉપયોગ વર્જ્ય બતાવ્યો હોય તેનો ઉપયોગ પૂજામાં કરવો નહી. આવુ કરશો તો ધર્મ, કર્મના પુણ્ય પ્રાપ્ત થશે નહી. ઈશ્વરની પૂજા કરવાથી જીવનના બધા સંકટ દૂર થાય છે. પૂજામાં વાસણોનો ઉપયોગ પણ ખૂબ મહત્વનો છે.

શાસ્ત્ર મુજબ જુદા જુદા ધાતૂ જુદા જુદા ફળ આપે છે. તેની પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. સોના, ચાંદી, તાંબા, પિત્તળ કે ધાતૂમાથી બનાવેલ વાસણનો ઉપયોગ કરવો નહી. દેવપૂજા અને ધાર્મિક કાર્યોમાં લોખંડ, સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ અપવિત્ર માનવામાં આવે છે. આ ધાતૂમાંથી ભગવાનની મૂર્તિઓ પણ બનાવવામાં આવતી નથી.

લોખંડને હવા અને પાણીને કારણે કાટ લાગે છે. પૂજામાં મૂર્તિઓને પાણી ચઢાવવામાં આવે છે. તેથી લોખંડને લાગેલ કાટને કારણે આપણી ત્વચા પર તેનો દુષ્પ્રભાવ પડે છે. તેથી લોખંડ દેવપૂજા માટે વર્જ્ય છે. દેવપૂજામાં સોના, ચાંદી, તાંબા, પિત્તળના વાસણોનો ઉપયોગ કરવો. આ ધાતૂ દ્વારા આપણી ત્વચાને કોઈ નુકશાન થતુ નથી.