શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : રવિવાર, 30 જુલાઈ 2017 (11:30 IST)

હિન્દુ ધર્મ - શા માટે ભગવાન શિવને દૂધ અર્પિત કરાય છે ?

હિન્દુ ધર્મ - શા માટે ભગવાન શિવને દૂધ અર્પિત કરાય છે ?

ભગવાન  ભોલેનાથને  પ્રસન્ન કરવા ભક્તો  સામાન્ય પાણીથી લઈ ગંગાજળ અને મધુ મિશ્રિત જળ  અર્પિણ  કરે છે. કેટલાક ભક્તો શિવજીનો  દૂધ સાથે અભિષેક કરે છે ,પણ શું આ  દૂધથી શિવજી પ્રસન્ન   થાય છે ? 
 
શિવ પુરાણમાં જણાવ્યું છે કે ભગવાન  ભોલેનાથને કઈ-કઈ વસ્તુઓનો અભિષેક પ્રિય  છે -જુદી-જુદી વસ્તુઓથી  અભિષેકનો ફળ પણ જુદુ જુદુ  હોય છે. 

જળ અર્પિત કરવાથી વરસાદ થાય છે.પાણીથી  કુશ શાંતિ મળે છે.શેરડીના  રસથી લક્ષ્મી ,મધ અને ઘી થી ધન મળે છે.  
 
દૂધથી સંતાનનું  સુખ મળે છે જળની ધારા અને બિલપત્રીથી મનને શાંતિ એક હજાર મંત્રો સાથે ઘીની ધારાથી વંશ વૃદ્ધિ થાય છે. સરસવ અને તલ મિશ્રણ કરી ચઢાવાથી દુશ્મન અને રોગોથી મુક્તિ  મળે છે . 
 
તેથી જે લોકોને બાળકોના સુખની કામના કરતા હોય તેમને  દૂધથી  જ શિવનો  અભિષેક કરવો  જોઈએ. પણ દૂધને શિવના પ્રિય કેમ ગણવામાં આવે છે ?આ વિષય ગહન રહસ્ય છે. 
 
દૂધ ભગવાન શિવને  પ્રિય હોવાનું એક મુખ્ય કારણ  આ છે કે  તેની તાસીર ઠંડી હોય છે . ભગવાન શિવે જ્યારે  ઝેર પીધુ હતુ  તે સમયથી જ શિવજીને ગરમ વસ્તુઓ  કરતા શિવજીને શીતળતા આપતી  વસ્તુઓ  પ્રિય થઈ ગઈ.  કારણ છે કે તે  ઝેરની  ગરમી ઘટાડે છે.આ કારણથી જ  શિવજીનું  જલઅભિષેક કરાય છે.  
 
આમ તો તમે કયારે પણ માસમાં શિવનું  જળાભિષેક કરી શકો છો પરંતુ શ્રાવણ માસમાં દૂધથી અભિષેકનું વધારે મહત્વ છે. આનું ધાર્મિક કારણ કરતાં વૈજ્ઞાનિક  કારણ મહ્ત્વનું  છે . 
 
 વિજ્ઞાન અનુસાર શ્રાવણ માસમાં શરીરમાં વાત તત્વની માત્રા વધવાની  શક્યતા વધુ રહે છે. આ દિવસો લીલા પાંદડા અને ઘાસમાં પણ વાત તત્વ વધી જાય છે.  જેને પશુ ખાય  આથી એના દૂધનો સેવન કરવાથી  વાત તત્વની માત્રા વધવાની શક્યતા વધારે રહે  છે . 
 
તેથી પ્રાચીન સમયમાં સંતો- ઋષિઓ સંશોધન કર્યું હતું તેમાં નિયમ હતો  કે શ્રાવણ મહિનામાં શિવજીને દૂધથી અભિષેક કરાય જેથી માણસ દૂધનું  સેવન કરે અને  તંદુરસ્ત  રહે .