મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 5 જુલાઈ 2014 (14:31 IST)

૭૦ વર્ષ પછી શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ ત્રિમૂર્તિ વિજયમૃતસિદ્ધિયોગ

૭૦ વર્ષ પછી શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ, ૨૭મી જુલાઇ, રવિવારે ત્રિમૂર્તિ વિજયમૃતસિદ્ધિયોગ આવી રહ્યો છે. આ યોગમાં પ્રારંભ કરેલું કાર્ય અનંત બની જાય છે અને અશક્યમાંથી શક્ય કરનાર બીજી રીતે કહીએ તો 'ઝીરોમાંથી હીરો' બનાવનારું બની રહેશે. એવા સેંકડો લોકોના જીવનમાં આ યોગ પ્રથમવાર આવતો હશે જેની વય ૭૦ વર્ષથી ઓછી છે.

આ અંગે માહિતી આપતા જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે ઋષિ-મુનિઓએ જે ભોજપત્ર ઉપર લખ્યું છે કે પુષ્ય નક્ષત્ર સર્વમાં બળવાન છે. જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સેંકડો અશુભ યોગો નષ્ટ થઇ જાય છે. ૭૦ વર્ષે એવો યોગ થઇ રહ્યો છે કે જેમાં ચંદ્ર, સૂર્ય, ગુરુ - ત્રણેય એક જ દિવસે પુષ્યમાં છે અને તે પણ આ વર્ષે રવિવાર આવે છે. આ યોગઅશક્યને પણ શક્ય બનાવનાર અને 'ઝીરોમાંથી હીરો' બનાવનારો યોગ માનવામાં આવે છે. માટે જ આને ત્રિમૂર્તિ વિજયામૃતસિદ્ધિયોગ કહેવામાં આવે છે.

આ દિવસે દૈનિક પુષ્ય નક્ષત્ર પણ રવિવારે આવી રહ્યું છે, જે પૂર્ણ બળવાન છે. સાથે જ ગુરુ પુષ્ય નક્ષત્રમાં દર તેર વર્ષે આવે જે. જે આખા વર્ષમાં બેથી ત્રણ માસ રહે છે. પણ તે ક્યા માસમાં આવે તે નિશ્ચિત નથી હોતું. એવું જ સૂર્ય પુષ્યમાં દર વર્ષે તા.૨૦થી ૩૦ જુલાઇ સુધી જ ભ્રમણ કરે છે. ત્યારે આવા સંયોગ અને રવિવારનો શુભ મહાસિદ્ધ સાધ્ય એવો યોગ બની રહ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે પવિત્ર એવા શ્રાવણ મહિનાનાં પ્રથમ દિવસે જ સવારથી લઇને સાંજ સુધીનો ચિંતામણિ યોગ પ્રાપ્ત થયો છે, જે અત્યંત દુર્લભ છે. એવું પણ માનવામાં આવે છે કે આ યોગમાં જન્મેલો જાતક યુગપુરુષ અથવા તો અવતારી પુરુષ બની શકે છે. સાથે જ આ યોગમાં પ્રારંભ કરવામાં આવેલું કાર્ય અથવા કાર્યો અનંત બની જાય છે. સાથે જ આ યોગમાં કરેલા ઉદ્યોગો, વેપાર અખંડ, અનંત અને અમૂલ્ય બની જાય છે.

'આ દિવસે લગ્નાદિ કાર્યો ન કરવા' જ્યોતિષાચાર્ય રઘુનાથભાઇએ જણાવ્યું હતું કે, આ દિવસે લગ્નાદિ કાર્યો ન કરવા. આ દિવસ માટે એવું કહેવાય છે કે કરવામાં આવતી મંત્ર અનુષ્ઠાનથી એક વર્ષે મળતી સિદ્ધિ એક દિવસમાં પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન-પુણ્ય, યાત્રા, અનુષ્ઠાન કરવાથી ત્રણ જન્મનાં પાપો પણ નષ્ટ થાય છે.